આ બાબતે મીડિયાએ સ્કૂલ સંસ્થાના આચાર્યનું ધ્યાન દોર્યું તો આચાર્ય જેન્તીભાઈ અસારીનું એવું કહેવું છે કે સંસ્થામાં બારસો વિધાર્થીઓ છે અમે શુ કરીએ.? કઈ રીતે ધ્યાન રાખીએ.?

આચાર્ય જેન્તીભાઈ અસારી સાહેબ એલડી મુનિ સંસ્થા શહેરની સન્માનીય સંસ્થા છે તમે જવાબદાર વ્યક્તિ છો અમે શુ કરીએ..એવું ન ચાલે ને એ આપનો જવાબ નથી સાહેબ..તોફાની બે ચાર વિધાર્થીઓને સંસ્થામાંથી હાંકી કાઢો..કાલ સવારે કોઈ દુર્ઘટના સર્જાઈ તો જવાબદારી કોની..? નામ તો શહેરની સન્માનીય સંસ્થાનું ખરાબ થવાનું ને.?

દેવરાજ બુધેલીયા સિહોરની વર્ષો જૂની અને સન્માનીય સંસ્થા એલડી સ્કૂલના અમુક વિધાર્થીઓની ટિખળખોલીના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ તેવી શકયતા રહેલી છે સિહોરના વડલા અને એસટી બસ્ટેન્ડ નજીક એકદમ નજીક એલડી મુનિ સંસ્થા આવેલી છે

જેમાં કેટલાક ટીખળખોલ વિધાર્થીઓ દ્વારા પથ્થરોના ઘાં કરતા હોવાની વાત પ્રકાશમાં આવી છે અને વાહન ચાલકો સાથે રાહદારીઓને નુકશાન કરતા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે ત્યારે મામલો ગંભીર બન્યો છે બાબત વહેલી તકે યોગ્ય થાય તે જરૂરી છે અહીં સંસ્થામાં આજુબાજુના ગામોના મોટી સંખ્યામાં વિધાર્થીઓ અભ્યાસ કરે છે સંસ્થાની એક બાજુની દીવાલ એકદમ હાઇવે પર રહેલી છે દીવાલને નુકશાન કરીને અમુક તોફાની વિધાર્થીઓ દ્વારા મોટું બકોરું પાડી દેવાયું છે અને જેમાંથી અમુક વિધાર્થી અભ્યાસના સમયે આવજા કરતા હોઈ છે

તો બીજી બાજુ અમુક અભ્યાસના સમયે નાસી જતા હોય છે આ બાબતે આજે જાગૃત મીડિયા મિત્રએ તમામ બાબતોથી સંસ્થાના આચાર્યને રૂબરૂ મળીને વાત કરી સમગ્ર ઘટના વિશેની જાણ કરી ત્યારે આચાર્ય જેન્તીભાઈ અસારીનું એવું કહેવું છે કે સંસ્થામાં બારસો વિધાર્થીઓ છે અમે કેમ શુ કરીએ.? અમે કેટલું ધ્યાન રાખીએ.?

અહીં આ સંસ્થા સમગ્ર શહેરના લોકો માટે સન્માનીય છે અને જેમાં જોડાયેલો અગ્રણી આગેવાનો પણ સન્માનીય છે પરંતુ છેલ્લા થોડા દિવસોથી બનતી ઘટના ખરેખર ગંભીર છે ત્યારે અહીં આચાર્ય જયંતિભાઈ અસારી તમે આ સંસ્થાના જવાબદાર વ્યક્તિ છો અમે શુ કરીએ એવું ન ચાલે સાહેબ..આ જવાબ નથી આપનો..

કાલ સવારે કોઈ દુર્ઘટના બને તો સન્માનીય સંસ્થાનું નામ ખરાબ થશે બે ચાર તોફાની વિધાર્થીઓને સંસ્થામાં માંથી હાંકી કાઢો કારણકે હાઇવે પર પથ્થરોના ઘાં કરતા હોય એ બાબત ગંભીર છે સાહેબ..કોઈ દુર્ઘટના સર્જાઈ તે પહેલાં અને વહેલા ઉકેલ જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here