શાળા-કોલેજો ૨૯ માર્ચ સુધી બંધ રાખવા સરકારનો આદેશ, સાથે જિલ્લાઓમાં મોલ,થીયેટર, સ્વીમીંગ પુલ પણ બંધ રાખવા આદેશ કરાયો

દેવરાજ બુધેલીયા
દેશમાં કોરોના વાયરસનો ઝડપી પસાર થઈ રહયો છે.ત્યારે વધતા જતાં કોરોના વાયરસ ના કિસ્સાઓના પગલે ગુજરાત સરકારે મોટો નિર્ણય કર્યો છે.જેમાં ૨૯ માર્ચ સુધી શાળા અને કોલેજ બંધ રાખવા સરકાર દ્વારા આદેશ કરાયા છે સિહોરની તમામ શાળાઓ આજથી તા.૧૬ માર્ચ થી ૨૯ માર્ચ એમ બે સપ્તાહ માટે બંધ રખાશે. કોરોના વાયરસના કહેર ને લઈ સિહોરની પ્રાથમિક શાળા બે સપ્તાહ માટે બંધ રહેશે.જયારે ધો ૧૦ અને ૧૨ ની બોર્ડ પરીક્ષા રાબેતા મુજબ ચાલુ રખાશે તેવો રાજય સરકારે નિર્ણય કર્યો છે.

બોક્સ..

શૈક્ષણિક કાર્ય ચાલુ રાખનાર ખાનગી શાળાઓ સામે કડક પગલાં ભરાશે

સમગ્ર વિશ્વ બાદ હવે ભારતમાં પણ કોરોનાનો હાહાકાર મચી રહયો છે. ત્યારે ૧૧ રાજયો બાદ ગુજરાત સરકારે પણ બે અઠવાડીયા સુધી શાળા-કોલેજોમાં શૈક્ષણિક કાર્યો ઉપર પ્રતિબંધ મુકી રજાઓ જાહેર કરી છે. જેને લઈ સિહોરની સરકારી, ખાનગી શાળા-કોેલેજોમાં પણ આ આદેશનું પાલન કરવાનું રહેશે. ઘણી ખાનગી શાળાઓ કોર્સ પુરો કરવાની લ્હાયમાં સરકારના આદેશનું પાલન કરતી નથી ત્યારે કોરોના વાઈરસ ફેલાવાની ચિંતાના પગલે સરકારે આપેલા આદેશનું તેમને કડક પાલન કરવાનું રહેશે શાળાઓ આ આદેશનું પાલન નહીં કરે તેમની સામે કડક હાથે કામ લેવામાં આવશે.

સ્કૂલો બે અઠવાડિયા બંધ રહેતા એપ્રિલથી શરૂ થનારા નવા સત્રનું શિડયુલ ખોરવાશે

કોરોના વાયરસને લઇને રાજય સરકારે બે અઠવાડિયાની સ્કૂલોમાં રજા જાહેર કરતા પરીક્ષાનું શિડયુલ ખોરવાતા આગામી ૨૦ એપ્રિલથી શરૂ થનારું નવુ સત્ર પણ ખોરવાશે. આગામી નવુ સત્ર તા.૨૦ એપ્રિલથી શરૂ કરવાની જાહેરાત થઇ હતી તે આ રજાને લઇને ખોરવાશે એમ શિક્ષણવિદ્દો કહી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here