તંત્રનું જબરદસ્ત પ્લાનિંગ, દરેક વ્યક્તિ ટ્રાવેલિંગ અને જરૂરી માટે બહાર નીકળે ત્યારે કોને મળે છે ક્યાં જાય છે તેમની યાદી અવશ્ય રાખે, નાયબ કલેકટર રાકેશ ચૌહાણ દ્વારા તાકીદ કરાઈ

સલીમ બરફવાળા
રાજ્યમાં કોરોના વાયરસના કેસો આવ્યા બાદ ભાવનગરનું તંત્ર અગાઉ જ એક્ટિવ થઈ ગયું હતું. જેમાં સિહોરના નાયબ કલેકટર રાજેશ ચૌહાણ દ્વારા સમગ્ર તંત્રને સાથે રાખીને રાત દિવસ કોરોના વાયરસનો કોઈ ભોગ બને નહિ તે માટે થઈને જબરદસ્ત પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા ના હેતુને ધ્યાનમાં રાખીને આજે ફરી જનતાને જાગૃત કરવા તથા તકેદારી રાખવા માટે થઈને નાયબ કલેકટર દ્વારા અનુરોધ કરીને નિયમોનું ચુસ્ત પાલન કરવા જણાવામાં આવ્યું છે.

સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે તો સિહોર, ઉમરાળા તથા વલ્લભીપુરના તમામ ગામડામાં તેનું કડક પણે પાલન કરવું. જ્યારે આવશક્યક ચીજવસ્તુઓ ની જરૂરીયાત લીધે અથવા અનિવાર્ય કારણથી બહાર નીકળવાનું થાય તો તેવા સંજોગોમાં ટ્રાવેલ વિઝીટ તેમજ વ્યક્તિ વિઝીટની દિવસ વાઇઝ યાદી રાખવી. જેથી ભવિષ્યમાં આ વાયરસના ચેપથી સંક્રમિત થવાના કિસ્સાઓમાં કે ભવિષ્યમાં ઉપસ્થિત થનાર પરિસ્થિતિને પહોંચી વળવા માટે વ્યક્તિ દ્વારા ક્યાં દિવસે ક્યાં સ્થળની મુલાકાત લીધી હતી તેમજ કોના કોના સંપર્કમાં આવ્યા હતા.

તેની તકેદારી રાખવી ખૂબ જ આવશ્યક જણાય છે. જેથી દરેક વ્યક્તિએ પોતાની ટ્રાવેલ વિઝીટની યાદી રાખવી જેનાથી કોરોના સામે પ્રભાવી લડત આપી શકાશે. આજે સવારે ભાવનગર શહેરમાં કોરોનાથી એક વૃદ્ધનું મોત થતા તંત્ર પૂરેપૂરી ગંભીરતા દાખવીને કોરોના સામે લડવા બાયો ચડાવી દીધી છે. પ્રશાસન અને પોલીસને સહકાર આપીને કોઈ પણ કારણ વગર ઘરની બહાર ન નીકળીને આ કોરોના સામે લડી રહેલી સરકાર અને તંત્ર ને સહકાર આપવા નાયબ કલેકટર રાજેશ ચૌહાણ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here