શહેરની દરેક સંસ્થાઓ સાથે બેઠક કરી અલગ અલગ વિસ્તારોમાં જવાબદારી સોંપાઈ

હરેશ પવાર
દેશમાં લોકડાઉન ના ૧૪ દિવસ બાદ પણ કોરોના વાયરસના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. સાંજ સુધીમાં ગુજરાતમાં પણ આંકડો ૧૭૫ ને આંબી ગયો હતો જેમાં ભાવનગર માં પણ કેસો વધી રહ્યા છે ત્યારે પ્રશાસનની ચિંતામાં વધારો થઈ ગયો છે. લોકડાઉન છતાં હજુ પણ પ્રજામાં કોરોના ને લઈને ગંભીરતા જોવા મળતી નથી. જેને લઈને આજે સિહોર નાયબ કલેકટર રાજેશ ચૌહાણ જેઓ તેમની કામ કરવાની અલગ ઢબથી ઓળખાય છે ઓફિસના બદલે લોકોની વચ્ચે રહીને લોકોની સમસ્યાઓ સમજવામાં તેઓ ખુબજ એક્ટિવ છે.

તેમના દ્વારા આજે એક મહત્વની બેઠક સામાજિક સંસ્થાઓ સાથે યોજવામાં આવી હતી. જેમાં નાયબ કલેકટર રાજેશ ચૌહાણ દ્વારા લોકો સુધી જરૂરી વસ્તુઓ પહોંચી રહે કોઈ જરૂરિયાત વસ્તુ વગર રહી ન જાય અને ખોટી સંગ્રહખોરી પણ ન થાય તે માટે જરૂરી માર્ગદર્શન સામાજિક સંસ્થાના આગેવાનોને આપવામાં આવ્યું હતું. એક તરફ ગરમીનો પારો વધી રહ્યો છે તો વસ્તુ સંગ્રહ કરશો તો પણ બગડી જશે અને એકના એક વિસ્તારમાં જ સંસ્થાઓ કાર્ય ન કરે તે માટે થઈને તમામ સંસ્થાઓ ને વિસ્તારની વહેંચણી કરી દેવામાં આવી હતી. લોકડાઉન ની સ્થિતિ માં કોઈ નાનો કે ગરીબ માણસ ભૂખ્યો ન રહી જાય તેવી વ્યવસ્થાનું માર્ગદર્શન આજે આપવામાં આવ્યું હતું જેની કાલથી જ અમલવારી કરવા પણ સૂચન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here