આજે ફરી મેડિકલો અને ખાનગી દવાખાના ઉપર તંત્રનું સઘન ચેકીંગ

સલીમ બરફવાળા
ગુજરાત રાજ્યમાં દિવસે ને દિવસે કોરોના વાયરસ પોઝિટિવ ના આંકડા વધી રહ્યા છે. પ્રશાશન આરોગ્ય ક્ષેત્રમાં જરા પણ ચૂક રાખવા નથી માંગતા. રાજ્યભરમાં જિલ્લાઓ અને તાલુકાઓમાં મેડિકલો ઉપર તંત્ર બાજ નજર રાખી રહ્યું છે. આ સમયે વધુ જરૂરી વપરાશમાં આવતા સેનીટાઇઝર અને માસ્કમાં કાળા બજારી ના થાય અને સંગ્રહ ખોરી ના થાય તેની સંપૂર્ણ તકેદારી રાખી રહ્યું છે. સિહોરમાં પણ નાયબ કલેકટર રાજેશ ચૌહાણ ગ્રાઉન્ડ ઉપર રહીને આરોગ્ય બાબતમાં કોઈ પણ પ્રજાને ડબલ રૂપિયા દેવા ન પડે અને કાળાબજારનો ભોગ ન બને તે કાળજી રાખી રહ્યા છે ત્યારે આજે નાયબ કલેકટર તપાસ માટે કાફ્લા સાથે નીકળ્યા હતા.

આજે સિહોરના ખાનગી તબીબો અને હોસ્પિટલમાં મુલાકાત લઈને આરોગ્યની પૂર્ણ ચકાસણી કરી હતી. ફરજ બજાવતા તબીબોની ડિગ્રીઓ ની તપાસ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં કોરોના વાયરસના સંક્રમણ અટકાવા માટેના સરકારની ગાઈડ લાઈન નું પાલન થાય છે કે નહીં તે પણ ચકાસવામાં આવ્યું હતું. અમુક હોસ્પિટલમાં ખામી દેખાતા તેને તાત્કાલિક ધોરણે બંધ કરી દેવા માટેના આદેશ આપી દેવામાં આવ્યા હતા. હોસ્પિટલની સાથે ફરી વખત આજે મેડિકલમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી.

લોકોના આરોગ્ય માટે સત્તત જાગૃત રહેતા નાયબ કલેકટર ની અદભુત કામગીરી કટોકટીના સમયમાં જોવા મળી રહી છે. હાલ સિહોરમાં એક પણ પોઝિટિવ કેસ સદનસીબે નથી આવ્યો તો પણ તંત્ર આરોગ્યની બાબતમાં જરા પણ ચૂક રાખવામાં માગતું નથી. સાથે પ્રજાને પણ સામાન્ય બીમારીઓ માં હેરાન થવું ના પડે તેની પણ કાળજી પ્રશાસન લઈ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here