તંત્ર અને વેપારીઓની અતિ મહત્વની બેઠક મળી, ૫૦ ટકા દુકાનો એક દિવસ અને ૫૦ ટકા દુકાનો બીજા દિવસે ખુલશે, અવર-જવર સાંજના ૭ વાગ્યાથી સવારના ૭ વાગ્યા સુધી સંપૂર્ણ પ્રતિબધિત રહેશે

બ્રિજેશ ગૌસ્વામી
લોકડાઉન ૪.૦ અમલમાં આવતા સિહોરમાં ઓડ ઇવન સાથે બજારો ખુલવા લાગી છે. લોકો પણ ઘરમાંથી બહાર નીકળી પોતાના કામ ધંધા પર વળગી ગયા રાજ્ય સરકારે આર્થિક વ્યવહારોને ધ્યાને રાખી અને વેપાર ઉદ્યોગ ધમધમતા રહે અને લોકોને મુશ્કેલી વેઠવી ના પડે તેના માટે જરૂરી પગલાં લીધા અને જન જીવનને ધબકતું કરવા કેટલાક નિર્ણયો લીધા હતા પરંતુ વેપારી વર્ગના કેટલીક અસમંજસતા કારણે રોષની લાગણી વ્યાપી હતી સિહોરમાં ઓડ ઇવન સાથેની પદ્ધતિના કારણે વેપારીઓમાં અસમંજસતા હતી તેના કારણે વેપારીઓમાં તંત્ર સામે રોજબરોજ વિવાદો ઉભા થતા હતા.

જ્યારે સાંજના સમયે સિહોર પ્રાંત અધિકારી રાજેશ ચૌહાણની અધ્યક્ષતા અને મામલતદાર નિનામા, ચીફઓફિસર બરાડ પોલીસ અધિકારી કે.ડી ગોહિલની હાજરીમાં વેપારીઓ સાથે એક અગત્યની બેઠક મળી હતી જેમાં કેટલીક જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેમાં શહેરના તમામ દુકાન સવારના ૮ થી સાંજના ૪ કલાક દરમિયાન ખુલ્લી રાખવાની મંજુરી આપવામાં આવી છે તે વેપારીઓ માટે સૌથી મોટો નિર્ણય લેવાયો છે અને ૫૦ ટકા દુકાનો એક દિવસ અને ૫૦ ટકા દુકાનો બીજા દિવસે ખુલશે એકી બેકી નંબર પ્રમાણે ખુલશેનું બેઠકમાં નક્કી કરાયું છે.

સાંજના ૭ થી સવારના ૭ કરફ્યુ રહેશે પરંતુ મેડીકલ સેવા માટે બહાર લોકો નિકળી શકશે. ઉલ્લેખનીય છે કે રવિવારે દૂધ મેડિકલ સિવાયના તમામ ધંધા રોજગાર બંધ રાખવા તેમજ આવતીકાલથી ૧૦ વર્ષથી નીચેના અને ૬૦ વર્ષની ઉપરની ઉંમરના લોકો જાહેરમાં નીકળી નહિ શકે તેમજ માસ્ક નહિ પહેરનાર સામે દંડની કાર્યવાહી પણ આકરી બનાવાઈ છે ત્યારે સવારે ૮ થી ૪ ધંધા રોજગાર માટેનો નિર્ણય વેપારી વર્ગે આવકર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here