જિંદગીમાં ગરીબી સારી નથી, પેટનો ખાડો પુરવા માટે ગરીબોને અભિમન્યુ જેમ સાંજ પડે સાત કોઠા પાર કરવા પડે છે, હાલ મહામારીમાં ધંધા રોજગારની વિકટ સ્થિતિ છે ત્યારે આ કાર્યવાહી યોગ્ય છે.?


દેવરાજ બુધેલીયા
દેશમાં કોરોનાને કારણે ધંધા રોજગારની જે સ્થિતિ નિર્માણ થઈ છે તેના કારણે ચારેકોરથી મંદી અને બેરોજગારીની બુમો ઉઠવા લાગી છે દેશમાં લાખો લોકો બેરોજગાર થયા છે તે વાતને નકારી શકાય તેમ નથી એક તરફ નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્ય પ્રધાન બેરોજગારોને કામ આપવાની વાત કરે છે, બીજી તરફ તંત્ર કોઈ પણ સરકારી મદદ વગર રસ્તા ઉપર ધંધા રોજગાર કરી મહેનત કરી રોજગારી રળતા ગરીબોની રોજગારી છીનવી રહ્યું છે તેવું જ કંઈક આજે સિહોરમાં જોવા મળી રહ્યું છે સિહોરના ટાવર ચોકથી ઘાંઘળી સુધીમાં અનેક નાના મોટા રોજગાર કરતા ગરીબ વેપારીઓને ગેરકાયદેસર જગ્યાઓ છે તેવું કહી ધંધા રોજગાર બંધ કરવા આદેશ આપ્યા છે તંત્રના આદેશ બાદ અનેક નાના ધંધાર્થીઓએ તો ઘડીભરમાં પોતાના ધંધા રોજગાર સંકેલી લીધા છે.

લોકડાઉન કે અનલોક વચ્ચેની હજુ મુશ્કેલીઓ ઓછી થઈ નથી ત્યાં તંત્રએ ગરીબ ધંધાર્થીઓ સામે રોફ જમાવ્યો છે અને જાણે કોઈ મોટો અપરાધ કરી નાખ્યો હોઈ તેમ ધંધા રોજગાર બંધ કરવા અન્યથા કાર્યવાહી કરવાની ચીમકીઓ ઉચ્ચારી છે ગરીબો પર રૂહાબ છાંટતા અધિકારીઓને એટલું જરૂર કહી શકાય કે કોઈના ધંધા રોજગાર બંધ કરાવો તે પહેલા ગરીબના પરિવારોને પેટની ભૂખ ન લાગે તે દવા પણ સાથે રાખજો જેથી એમના પરિવારોના પેટને ભૂખ્યું સૂવું ન પડે..ખરેખર ગરીબોને બે છેડા ભેગા કરવા દર દર ભટકીને સાંજ પડે પરિવારનું પેટ ભરવા અભિમન્યુ જેમ સાત કોઠા પાર કરવા પડે તે સ્થિતિ થઈ છે એટલે જ કઈ વાંચેલું છે જિંદગીમાં અતિ ગરીબી સારી નથી

સરકારના કાયદા અનુસાર કામગીરી શરૂ કરાઇ છે – અને શરૂ રહેશે : રાજેશ ચૌહાણ

આજે અચાનક દબાણ હટાવવા માટેની ટિમો સિહોર શહેરમાં મેદાને પડી છે ત્યારે શહેરના લોકોમાં ભારે ચર્ચાઓનો દોર શરૂ થયો છે જેની વચ્ચે સમગ્ર બાબતે શંખનાદ કાર્યાલય ખાતેથી સાંજના સમયે ડેપ્યુટી કલેકટર શ્રી રાજેશ ચૌહાણનો સંપર્ક કરાયો હતો જેમાં તેઓએ જણાવ્યું હતું સરકાર એક મહત્વનો કાયદો પસાર કરી રહી છે કે સરકારી જગ્યાઓ પર થયેલા દબાણો તાત્કાલીક દૂર કરવામાં આવે તે અનુસંધાને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને આવતા દિવસોમાં પણ દબાણ હટાવવા માટેની કામગીરી શરૂ રહેશે તેવી ડેપ્યુટી કલકેટરશ્રી રાજેશ ચૌહાણે ટેલિફોનિક એક વાતચીતમાં કહ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here