ખાણ ખનીજ વિભાગને શુષુપ્ત અવસ્થામાંથી જગાડવા પ્રાંત અધિકારી અને ટિમ મેદાનમાં, લાખ્ખોના મુદ્દામાલ સામે કાર્યવાહી


હરેશ પવાર : દેવરાજ બુધેેલીયા
સિહોર સહિત જિલ્લામાં ખનીજ માફિયાઓ ખાણ ખનીજ તંત્રની મીઠી નજર હેઠળ બેફામ બની કુદરતી સંપત્તિને લૂંટી રહ્યા છે. મળતી માહિતી અનુસાર ખાણ ખનીજ તંત્રના ભ્રષ્ટાચારી કામગીરીના પગલે કેટલાક ખનન માફિયાઓ કોઈ પણ પ્રકારની મંજૂરી કે લીઝ વગર મનફાવે ત્યાં ધાપ બોલાવી ખનીજ ચોરી કરી રહ્યા છે ત્યારે સિહોરના ડે કલેકટર રાજેશ ચૌહાણ અને ટીમે ઓવરલોડ અને પાસ પરમિટ વિના ગેર કાયદેશર ખનીજ વહન કરતા ટ્રક –ડમ્પરો સાથે 800 ટન ખાણ ખનીજને ઝડપી લેતા ખનીજ ચોરો ભુર્ગભમાં ઉતરી ગયા છે.

જિલ્લામાં કેટલાક ખનીજ માફિયાઓ તો જિલ્લા ખાણ ખનીજ અધિકારીની છત્ર છાયા નીચે રેતી અને કાંકરાની ચોરી કરી નદીઓના પાટ સાફ કરી નાખ્યા છે . ડુંગરો-ડુંગરીઓના અસ્તિત્વ સામે ખતરો પેદા થયો હોય તેમ જમીનદોસ્ત કરી મોટા પ્રમાણમાં પથ્થરો સહીત ખનીજ ચોરી કરી રહ્યા હોવા છતાં ખનિજ ખાતું એકલદોકલ કેસ કરી સંતોષ માને છે જિલ્લા ભુસ્ત૨ વિજ્ઞાન અને ખનિજ ખાતાને સુષુપ્ત અવસ્થામાં થી જગાડવાનો પ્રયાસ સિહોરના ડે કલેકટર રાજેશ ચૌહાણે કર્યો છે સિહોરના ઘાંઘળી પાસે ખનીજ ચોરી થતી હતી.

તે જગ્યા પર ત્રાડકી પાસ પરમિટ વિના ગેર કાયદેશર ખનીજ વહન કરતા 3 ટ્રક –ડમ્પરો ઝડપી સપાટો બોલાવ્યો છે ડે કલેકટર અને ટીમની કાર્યવાહીના કારણે ઓવરલોડ કે પાસ પરમિટ વિના ગેર કાયદેશર ખનીજ વહન ટ્રક –ડમ્પરો ના માલિકોમાં ફફડાટ ફેલાયો છે જિલ્લા ખાણખનીજ વિભાગ ખનીજ માફિયાઓને ડામવામાં સંપૂર્ણ નિષ્ફળ રહેતા ડે કલેકટરની આ કાર્યવાહી થતા થોડું સક્રિય થશે તેવુ જાગૃત નાગરીકોનુ માનવું છે જીલ્લામાં ખનીજ માફિયાઓ મનફાવે ત્યાં ખનન કરી ખુલ્લેઆમ ખનીજ ચોરી કરી કરોડો રૂપિયાનો સરકારને ચુનો લગાવી રહ્યા છે.

રોયલ્ટી પાસ વગર અને રોયલ્ટી પાસથી ત્રણ ગણું ખનીજનું વહન કરવામાં આવી રહ્યું છે ઓચિંતી કાર્યવાહી શરુ થતા ખનન માફિયાઓ ભૂગર્ભ ઉતરી જવા મજબુર બન્યા છે મહત્વનું છે જિલ્લામાં સક્રિય થયેલા ખનન માફિયાઓ ખાણ ખનીજ વિભાગની નાક નીચે કરોડો રૂપિયાનો સરકારને ચુનો લગાવી રહ્યા છે. હાલ તો સિહોર પ્રાંત અધિકારીએ ઓચિંતુ ચેકિંગ હાથ ધરતાં મોટી સફળતા મળી છે લાખ્ખોનો મુદ્દામાલ જપ્ત કરી 3 જેટલા ડમ્પરો ઝડપી પોલીસ મથકે સોંપી દઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here