વિશ્વ યોગ દિવસની ઉજવણીના સુચારૂ આયોજન અંગે ડે કલેકટર દિલીપસિંહ વાળાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ, શહેર અને પંથકમાં અનેક સ્થળોએ યોગના કાર્યક્રમો થશે ; 21 જૂને થશે યોગા દિવસની ઉજવણી

હરીશ પવાર
21 જૂન નો દિવસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ યોગ દિવસની સિહોર અને તાલુકામાં થનારી ઉજવણી નિમિત્તે ડે કલેકટર દિલીપસિંહ વાળાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. આ તકે ડે કલેકટરએ બેઠકમાં યોગ દિવસની ઉજવણીમાં સ્વૈચ્છિક સંસ્થાઓ, શાળા, કોલેજના વિદ્યાર્થીઓ તથા વધુમાં વધુ લોકો જોડાય તેવો અનુરોધ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, કોવિડ પરિસ્થિતિના લીધે છેલ્લા બે વર્ષથી નિયંત્રણોને લીધે આયોજન થયેલ નથી.

ત્યારે આઝાદીના અમૃત મહોત્સવ ઉપક્રમે દેશભરમાં વિવિધ સ્થળોએ ઉત્સાહપૂર્વક યોગ દિવસ કાર્યક્રમો યોજવાનું નક્કી થયું છે. તમામ આયોજનોમાં મુખ્યમંત્રી તેમજ પ્રધાનમંત્રી વર્ચ્યુંઅલી સંબોધન આપશે. ઉપરાંત આ કાર્યક્રમમાં રાજકીય અગ્રણીઓ,  સામાજિક સંસ્થાઓ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ,  ઔદ્યોગિક  સાહસિકો,  નગરજનો તેમજ તાલુકાકક્ષાના તમામ અધિકારીઓ/કર્મચારીઓ આ કાર્યક્રમનો ભાગ બને તે બાબત પર ડે કલેકટરે ભાર મૂકયો હતો બેઠકમાં સરકારી વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના આયોજન અંગેની ચર્ચાઓ થઈ હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here