પ્રસિદ્ધ રાજપરા ખોડિયાર મંદિરે સાવધાનીના રૂપે યાત્રિકોને ૩૧ સુધી ન આવવા વિનંતી

મિલન કુવાડિયા
સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે તરખાટ મચાવી દીધો છે. જેના પગલે ગુજરાત સરકારે પાણી પહેલા પાળ બાંધી લીધી છે.ગુજરાતમાં શાળા કોલેજ ને બે અઠવાડિયા સુધી બંધ કરી દેવામાં આવ્યા છે. સાથો સાથ ધાર્મિક સ્થળો ઉપર પણ ટોળા એકઠા ન થાય તે માટે સરકાર દ્વારા રજુઆત કરવામાં આવી છે. ભાવનગર જિલ્લામાં ગઈકાલે ત્રણ શંકાસ્પદ કેસ આવતા સિહોર સરકારી તંત્ર એલર્ટ થઈ ગયું હતું. આજે સિહોરના આસપાસના પ્રેસિદ્ધ ધાર્મિક સ્થળોની મુલાકાત લેવા માટે સિહોર પ્રાંત અધિકારી રાજેશ ચૌહાણ અને મામલતદાર નિનામાં પહોંચી ગયા હતા.

કોરોના વાયરસને સેફટી માટેના પગલાંઓ લેવા ધાર્મિક સ્થળોના મેનેજમેન્ટને જાણ કરવામાં આવી હતી. આ સાથે પ્રસિદ્ધ યાત્રાધામ રાજપરા ખોડિયાર મંદિર દ્વારા આજે જાહેર સૂચના વર્તમાન પત્રમાં આપવામાં આવી હતી કે સરકારશ્રીના સૂચનને ધ્યાનમાં લઈને ખોડિયાર મંદિર ટ્રસ્ટનું ભોજનાલય ૧૮ થી ૩૧ માર્ચ સુધી બંધ રાખવામાં આવેલ છે. કોરોના વાયરસનો ચેપ બીજાને ના લાગે તે માટે મંદિરના તમામ સ્ટાફને સાવચેતી પાળવા તેમજ માસ્ક પહેરાવા માટે સૂચનો કરી દેવામાં આવ્યા હતા.

આ સાથે મંદિરની આસપાસ સફાઈના કામો હાથ ધરવામાં આવ્યા તેની સાથે મંદિરમાં એકી સાથે યાત્રિકો ભેગા ના થાય તેવી વ્યવસ્થા પણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. આ સાથે મંદિરના ટ્રસ્ટ દ્વારા યાત્રિકોને કોરોના વાયરસના ચેપને ધ્યાનમાં લઈને ૩૧ માર્ચ સુધી મંદિરે દર્શનાર્થે ના આવે તેવી અપીલ પણ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here