ભારતના બંધારણમાં 6 થી 14 વય જૂથના બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઇ કરવામાં આવી છે. તેમાં સેંદરડા ગામ સિહોર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલું તાલુકાનું છેલ્લું ગામ છે…

દેવરાજ બુધેલીયા
અહીં મોટાભાગના આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો રહે છે. સેંદરડા ગામની પ્રા.શાળા બંધ કરી, અન્ય શાળામાં મર્જ કરવાની હિલચાલ ચાલી રહી છે પરંતુ સેંદરડા ગામની નજીક 3 કિ.મી. વિસ્તારમાં એક પણ પ્રા.શાળા આવેલી નથી. હાલમાં શાળામાં ધો.6 સુધીનું શિક્ષણ અપાઇ રહ્યું છે.

આથી મોટા ભાગના વિધાર્થીઓ અને ખાસ કરીને ધો.6ની દીકરીઓ ધો.6 પાસ કરીને અભ્યાસ છોડી દે છે. ગામની આજુબાજુનો પાંચેક કિ.મી.જેટલો વિસ્તાર બાવળનીકાંટથી ભરચક છવાયેલો રહે છે. આ વિસ્તારમાં વન્ય પ્રાણીઓની આવન-જાવન પણ ચાલુ રહે છે. આથી લોકોને સતત ભય રહે છે. આથી આગામી શૈક્ષણિક વર્ષ 2020-21થી સેંદરડા પ્રા.શાળા બંધ ન કરવા અને ધો.7ની મંજુરી આપવા સેંદરડા ગ્રામ પંચાયત અને ગામ લોકો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here