સિહોર નગરપાલિકા દ્વારા સેનીટાઇઝર ના નામે દેખાડો, લોકોને ઉલ્લુ બનાવવામાં પાલિકા નં-વન

મિલન કુવાડિયા
કોરોના વાઇરસ ન ફેલાય તેની તકેદારીના ભાગરૂપે રાજ્યની સાથે સિહોર અને જિલ્લાભરનું તંત્ર સતર્ક બન્યું છે. ખાસ કરીને રાજ્યના દરેક શહેરોના જાહેરમાર્ગો પર અને રહેણાંક વિસ્તારોમાં મહત્વની કહી શકાય તેવી સેનીટાઇઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે સમગ્ર દુનિયામાં કોરોના વાઇરસે હાહાકાર મચાવી દીધો છે. જો કે સિહોર શહેરમાં એક પણ પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં જોવા મળ્યો નથી. તેમ છતાં લોકોમાં કોરોનાને લઈને ડરનો માહોલ ઊભો થઈ રહ્યો છે. ત્યારે સિહોર નગરપાલિકાના તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે સમગ્ર શહેરમાં અનેક જગ્યાઓ પર સેનિટાઇઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

શહેરમાં આવેલ સરકારી કચેરીઓ, જાહેર સ્થળો, લોકોની અવરજવર વધુ ધરાવતા સ્થળો તેમજ વધુ ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં સેનીટાઇઝ કરવામાં આવી રહ્યું છે ત્યારે જ્યાં જે વિસ્તારમાં સેનિટાઇઝ કરવાની કામગીરી ચાલતી હતી ત્યાં શંખનાદ સંચાલક મિલન કુવાડિયા સ્થળે દોડી જઇ તપાસ કરતા ચોંકાવનારી હકીકતો સામે આવી છે અને ફરી તંત્રની પોલ ખુલ્લી પડી છે જનતા સાથે દ્રોહ થયો હોવાનું માલુમ પડ્યું છે સેનિટાઇઝર ના નામે પાણીમાં બ્લીચિંગ લિક્વિડ જે કપડાંની ચમકમાં વપરાઈ છે તેનો ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું છે.

શંખનાદ સંચાલક દ્વારા એક આ નમૂનો પણ લેવાયો છે વધુમાં પાલિકાના એક કર્મીએ નામ નહિ આપવાની શરતે કહ્યું કે આ લિકવિડ ૩ હજાર લીટર નિરમાં કંપનીએ મોકલાવ્યું છે..અહીં સવાલ એ થાય કે કંપનીએ દાન કર્યું છે સરકારને ખુશ કરવા કે આ પૈસા ચોપડે ઉધારવાના છે બીજી બાજુ જે સેનીટાઇઝ કરે છે એ કર્મીઓ પણ અનુભવ વગરના છે ખ્યાલ પડતો નથી કઈ રીતે કામગીરી કરવી..બીજી તરફ ટાઉનહોલ ખાતે સફેદ કલરના ટાંકામા આ લિકવિડ પડ્યું છે.

આ મહામારી વચ્ચે પણ બે દિવસથી થતી સેનીટાઇઝની કામગીરી લોકોમાં એક તરફ રાજીપો હતો પરંતુ શંખનાદ સંચાલક દ્વારા આજે જે સ્થળ તપાસમાં બહાર આવ્યું છે તે ચોંકાવનારું છે ત્યારે સતત વિવાદોમાં રહેતી પાલિકા આ મહામારીમાં પણ વિવાદોથી બચી શકી નથી ત્યારે શંખનાદના રિયાલિટી ચેકમાં પાલિકાનું ફરી પોલમપોલ બહાર આવતા લોકોમાં અનેક સવાલો ઉઠ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here