પહેલી વખત પવિત્ર Shravan Massની રંગત ફિક્કી જોવા મળી

યાસીન ગુંદીગરા
શ્રાવણ માસમાં યોજાતા લોક મેળાઓના કારણે અનોખી રંગત જોવા મળતી હોય છે. પરંતુ આ વખતે કોરોનાનું ગ્રહણ નડી ગયુ છે. કોરોનાના પ્રતાપે સિહોરમાં શ્રાવણ મહિનામાં યોજાતા ધાર્મિક સામાજીક મેળાવડા નહિં યોજાવાના કારણે નાના ધંધાર્થીઓને ફટકો પડ્યો છે શ્રાવણ માસમાં દર સોમવારે શિવાલયોની આસપાસ નાના મોટા ધાર્મિક મેળા યોજાતા હોય છે. સિહોરના પ્રગતેશ્વર રોડ બ્રહ્મકુંડ ગૌતમેશ્વર તળાવ ખાતે સાતમ આઠમનો મેળો ભરાય. ઉપરાંત, શ્રાવણ માસમાં કચ્છના ગ્રામ્ય વિસ્તારમાં પણ કેટલાય લોક મેળા યોજાતા હોય છે.

છેક ભાદરવા માસ સુધી મેળાઓની રમઝટ જામતી હોય છે. પરંતુ, કાળમુખા કોરોનાના કારણે શ્રાવણ મહિનાની રંગત છીનવાઈ ગઈ છે. શ્રાવણ મહિનાનો પ્રારંભ થયો હોવા છતા સોશ્યિલ ડિસ્ટન્સ જાળવવાના ભાગરૃપે લોકો શિવાલયમાં જઈને દુધ ચડાવી શકતા નાથી. ત્યારે, વર્તમાન સમયમાં કોરોનાના કારણે તંત્ર દ્વારા સામાજીક અને ધાર્મિક મેળાવડાઓ પર પ્રતિબંધ હોવાથી કચ્છમાં પણ અનેક મેળાઓ યોજાશે નહિં એટલે વેપારીઓને પડયા પર પાટુ છે. લોકડાઉનમાં મંદીનો માર ખમેલા વેપારીઓ માટે આ બાબત વધુ નુકશાનકારક બની રહેશે.

સિહોરમાં પણ નાના મોટા લોક મેળા અને ખાનગી મેળા નહિં યોજાઈ તેવું હાલ લાગી રહ્યું છે ત્યારે નાના વેપારીઓ મેળાઓમાં વેપાર ધંધા કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોઈ છે આવા નાના-મોટા સ્ટોલ ધારકો માટે શ્રાવણ માસના મેળાઓ જ આખા વરસની કમાણીનું માધ્યમ બનતા હોય છે. મેળાઓ નહીં યોજાતા તેમના ગુજરાનનો પ્રશ્ન પેદા થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here