બોલો તારા..રા..રા : સિહોર નગરપાલિકામાં જ્ઞાતિવાદના આધારે ૬ કર્મીઓને કાયમી કરી દેવાયા, આ ગામની ગંદકીઓ ઉપાડે છે તેવા કર્મીઓની કદર નથી કેમ તમને.?

મિલન કુવાડિયા
સિહોર નગરપાલિકામાં છેલ્લા ઘણા વર્ષોથી એક હથ્થુ શાશનના કારણે વહીવટકર્તા પોતાની બેઠી સમજી બેઠા હોય પ્રજાના મતે ચૂંટાઈ આવતા પ્રતિનિધિઓ પોતાની ધંધાની જાહગીર સમજી બેઠા છે નગરપાલિકા વહીવટમાં ખામી ગેરરીતિ ભષ્ટાચાર જેવી એક પછી એક ચોંકાવનારી બાબતો રોજજે સવાર સાંજ પડે અને અખબારોમાં ચમકે એ રોજિંદી બાબતો છે અને તે પણ એક ઘટનાજ છે એક એવી જ વધુ એક ગંભીર બાબત સામે આવી છે હાથમાં એના મોંમાં એ રીતે સિંહોર નગરપાલિકામાં હવે જ્ઞાતિવાદ ભરખવા લાગ્યો છે જ્ઞાતિ આધારે સિહોર નગરપાલિકામાં ૬ થી વધુ કર્મીઓને કાયમી કરી દેવાયા છે બોલો તારા..રા..રા..રા..છેલ્લા ઘણા વર્ષોથી સિહોર નગરપાલિકામાં અસંખ્ય સફાઈ કામદારો કામ કરે છે.

સમગ્ર શહેરને ચોખ્ખુંચટ રાખીને ગામની ગંદકી ઉપાડી ઉભરાતી ગટરના ગંદા પાણીમાં કામ કર કરતા કર્મચારીઓની સુધી કદર નથી સરકાર ભલે ગમે તેટલી સંવેદનશીલની વાત કરે પણ હવે સંવેદશીલ શબ્દોના અક્ષરોને પણ શરમ આવવા લાગી હશે કેમ કે હવે આ રૂપાળા સૂત્રો જ સારા લાગે છે બાકી વાસ્તવિક સ્થિતિ ખૂબ કપરી દેખાઈ છે સિહોર નગરપાલિકામાં હવે જ્ઞાતિવાદ ભરખી રહ્યો છે લાગતા વળગતા “૬” જેટલા કર્મીઓને કાયમી માટે માટેનું ખુરશીઓની સેટીંગ કરવામાં આવ્યું છે.

ત્યારે આ બાબતે વિપક્ષ પણ ચૂપ છે ૬ કર્મીઓને કાયમી કરી દેવાયા છે જેને લઈ અંદરખાને ખૂબ રોષ વ્યાપ્યો છે સાથે સફાઈ કર્મીઓ પણ બળાપો ઠાલવી રહ્યા છે નવાજુની થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે એક વાત અહીં ચોક્કસ છે કે ગામની ગંદકીઓ ઉપાડતા શાસકોને સફાઈ કર્મીઓની કદર નથી તે સ્પષ્ટ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here