સિહોર સ્મશાન ખાતે ૩૪ લાખના ખર્ચે બનેલી ગેસ ભઠ્ઠીનું થોડા દિવસો પહેલા લોકાર્પણ તો થયું – આજે બંધ. હાલતમાં વિપક્ષ નેતા મુકેશ જાની ના આક્ષેપ

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર નગરપાલિકાનો વહીવટ દિવસે દિવસે કથળતો જાય છે અને એટલી હદે કે જ્યાં વહીવટ કરતા લોકો પોતાની પેઠી સમજવા લાગ્યા છે પ્રજા હિતની એક પણ વાત અહીં થતી નથી બસ બધા પોત-પોતાના હિતો અને સ્વાર્થ પાછળ ગંદકી થી ખદબદતું રાજકારણ રમીને પ્રજાના પૈસાનું પાણી કરીને બુદ્ધિનું દિવાળુ ફૂંકી રહ્યા છે ત્યારે વધુ એક લાખ્ખો રૂપિયાનું આંધળ થયુ હોવાનું સામે આવ્યું છે જેને લઈ વિપક્ષના મુકેશ જાની સ્થળ મુલાકાત લઈ ને ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા છે તેમનું કહેવું છે કે સિહોર નગરપાલિકાના શાસકો હંમેશા લોકાર્પણ અને ઉદઘાટનમાં સુરા-પુરા રહે છે યોજનાઓ આવે છે પણ તેની અમલવારી થાય છે કે નહીં તેની કોઈ દિવસ તકેદારી લેવાતી નથી અથવા એમનું કોઈ આગવું આયોજન હોતું નથી અગાઉ પણ ફિલ્ટર પ્લાન્ટ ગટર યોજના કાર્યક્રમમો જોઇએ.

તો જેમાં સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયેલા સત્તાધીશોએ હાલમાં થોડા દિવસો પહેલા સ્મશાન ખાતે ગેસ ભઠ્ઠીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું (આ પ્રોજેકટનો પાયો નાખનાર સિહોરના એવા વ્યક્તિઓ કે શહેરનું હિત સમાયેલું છે અને શહેરની ચિંતા કરી છે તેવા શ્રમીકભાઈ પાઠક બાબુભાઈ પત્રકાર નાનુભાઈ ડાખરા આ આગેવાનોએ હંમેશા શહેરની ચિંતા કરી ખેવના રાખી છે અને શારીરિક અને આર્થિક યોગદાન પણ શહેર માટે આપ્યું છે જેઓએ ૧૩ લાખ જેવી રકમ માટે અથાગ પ્રયત્નો કરીને રકમને સાસંદની ગ્રાન્ટ માંથી મંજુર કરાવી હતી પણ નગરપાલિકાનું તંત્ર ” હોતા હે ચલતા હે” ની નીતિ છે જેના હિસાબે આ યોજના આજે પણ અધૂરી છે થોડા દિવસો પહેલા હજુ લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ગોકળગતિ ચાલેલુ કામ સમયાંતરે આ પ્રોજેકટ માં ૨૧ લાખ જેવી માતબર રકમ સિહોરના ભુતા શેઠે આપી હતી.

શુ દાતાઓ ના દાન ની કોઈ કિંમત નથી સિહોર માટે મહામૂલ્ય દાન દાતાઓ આપી ભૂલી જાય છે કેમ કે એ તેનું કામ નિસ્વાર્થ પણે કરે છે જ્યારે સત્તા ના નશામાં ચૂર શાસકો જષ લેવામાં સુરાપુરા છે ,બીજી બાજુ લોકાર્પણનો મુખ્ય હેતુ એવો હોઈ છે બીજા દિવસથી લોકો માટે સુવિધાઓ શરૂ થઈ જાય અને ઉપયોગ શરૂ થઈ જાય પરંતુ આજ સુધી ગેસ ભઠ્ઠીની સુવિધા શરૂ થઈ નથી મુકેશ જાનીનું કહેવું છે કે કોઈ પણ આયોજન વગર માત્ર લોકાર્પણ કરી દેવું અને પોતાના નામની તકતી મુકાઈ જાય આ સિવાય બીજો કોઈ હેતુ નથી અહીં કોઈ જોવા પણ નથી આવતું કે કોઈ આયોજન પણ નથી ત્યારે કહી શકાય કે વધુ લાખ્ખો રૂપિયાઓનું આંધણ આ પ્રોજેકટ પાછળ થયું હોય તેવું હાલ લાગે છે દાંતાઓ નું દાન વ્યર્થ નો જાય ને સિહોર ની સુવિધામાં વધારો થાય એવી લાગણી સાથે વિપક્ષ નેતા મુકેશ જાની એ સત્તાધીશો પર આકરા પ્રહારો કર્યા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here