મહુવા રાજુલા રોડ પરથી એસઓજીએ ગત સપ્તાહે પોષ ડોડા ભરેલ ટ્રક ઝડપી લીધો હતો, સિહોરનો મુખ્ય ગણાતો શખ્સ સુરતથી ઝડપાયો છે
શંખનાદ કાર્યાલય
જિલ્લામાં અતિચર્ચિત પોષ ડૉડાકાંડનો મામલો ખૂબ ચર્ચામાં રહ્યો છે સિહોર ચાલક ઝડપાયા બાદ વધુ એક મુખ્ય શખ્સ સુરતથી ઝડપાયો છે અને જેના સાર દિવસના રિમાન્ડ મંજુર થયા છે થોડા દિવસ પહેલા મહુવામાંથી પોલીસે માદક પદાર્થ એવા કાલા (પોષ ડોડા)નો રૂ.૧૬ લાખનો જથ્થો તેમજ ટ્રક સહિત રૂ. ૪૮ લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે ટ્રકમાં તપાસ કરતા ટ્રકમાં ડુંગળીની ગુણોની સાથે સાથે કાલાની પણ ગુણો ઝડપી પાડી હતી.
ડુંગળીની આડમાં માદક પદાર્થનો ૧૬ લાખનો જથ્થો અને ટ્રક સહિત અંદાજે ૪૮ લાખના જથ્થા સાથે એકને ઝડપી લઇને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં સિહોરના મુખ્ય ગણાતા શખ્સને પોલીસે સુરતથી ઝડપી પાડી કોર્ટ સમક્ષ રજુ કર્યા બાદ સાત દિવસના રિમાન્ડ મંજુર થયા છે રિમાન્ડ દરમિયાન પોષ ડોડા કાંડમાં કેટલીક વિગતો ખુલશે તેવું સૂત્રો કહી રહ્યા છે.