સિહોર રામનગરનો શખ્સ સુરત જેલમાંથી વચગાળાના જામીન પર ભાગી છુટેલ ઝડપાયો

હરેશ પવાર
ગુજરાત રાજ્યોની જેલોમાંથી પેરોલ, ફરલો તથા વચગાળાના જામીન પર છૂટ્યા બાદ જેલમાં પરત હાજર ન થયેલ હોય તેવા કેદીઓને ઝડપી પાડવા ભાવનગર એસપી જયપાલસિંહ દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરાયેલ જેમાં સુરત લાજપોર જેલમાં રહેલ કેદી નંબર 1124 દિપક સવજીભાઈ ઉનડ રહે.હાદાનગર ભાવનગર સુરત જેલમાંથી વચગાળાના જામીન પર છૂટી ભાગી ગયેલ. જેના ભાગરૂપે એસ.ઓ.જી શાખાના પોલીસ ઇ.એસ.એન.બારોટની માર્ગદર્શન હેઠળ મળેલ બાતમીના આધારે તેમની ટિમ સાથે સિહોરમાંથી ઝડપી પાડેલ. પોલીસ દ્વારા સુરતની લાજપોર જેલ ખાતે મોકલી આપવા તજવીજ હાથ ધરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here