D.F.O , રેન્જ આઈ.જી અને એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ની વિશેષ હાજરી, જાપાની ટેકનોલોજીના માધ્યમથી ઓછી જગ્યામાં વધુ વૃક્ષો ઉછેર પામશે

હરેશ પવાર
હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી ફેલાઇ છે વિશ્વમાં વધતી જતી વસ્તીના કારણે પ્રકૃતિને પણ દિનપ્રતિદિન ઘણું નુકશાન થતું જાય છે જેથી ગ્લોબલ વોર્મીંગની પરિસ્થિતિ નિર્માણ પામી  છે. અને જયારે જયારે પ્રકૃતિને નુકશાન થતું હોય છે ત્યારે ત્યારે અલગ અલગ રોગચાળો ફેલાય છે જે હાલનો કોરોના વાયરસની મહામારી આપણે અનુભવીએ છીએ જેથી આવનારી પેઢી જે સ્વસ્થ અને સુરક્ષીત રહે તે માટે આપણે આજથી જ વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરી અને પ્રકૃતિનું જતન કરવું ખુબજ જરૂરી છે જેથી કરી એક વ્યકિત એક વૃક્ષનો હેતુ સિધ્ધ કરવા લોકોએ જાગૃત થઇ અને પોતે એક વૃક્ષનું વાવેતર કરી પોતાની નૈતિક ફરજ સમજી જતન કરવું જોઇએ જેથી કરી વૃક્ષોની સંખ્યા વધતા પર્યાવરણમાં ઘણો સુધારો થશે અને ભવિષ્યમાં તેનો ફાયદો આવનારી પેઢી આપના બાળકોને કોઇના કોઇ રીતે થશેજ.

આજે હાલના ગ્લોબલ વોર્મીંગ સમયમાં પર્યાવરણની જાળવણી થાય અને વધુમાં વધુ વૃક્ષો વાવી તેનું જતન કરવા વન મહોત્સવની સોનગઢ ખાતે ઉજવણી કરવામાં આવી હતી રાજયમાં પોલીસ વિભાગ દ્વારા પ્રથમ વનમહોત્સવ કાર્યક્રમના આયોજન કરવામાં આવ્યો હતો. રાજ્યમાં એક લાખ વૃક્ષા રોપણ સાથે ઉછેર કરવામાં આવશે. સિહોરના સોનગઢ પોલીસ મથક ખાતે જાપાની ટેકનોલોજી પદ્ધતિ વડે ૭૬૫૬ જેટલા વૃક્ષોનું રોપણ કરી તેનો ઉછેર કરવામાં આવશે. સોનગઢ પોલીસ મથકમાં યોજાયેલ કાર્યક્રમમાં ભાવનગર રેન્જ આઈજી અશોક યાદવ , ડીએફઓ રાજ સંદીપ મિશ્રા, એસપી જયપાલસિંહ રાઠોર અને ભાજપ જિલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયા હાજર રહ્યા હતાં સોનગઢ પોલીસના પીએસઆઇ વાઘેલા તેમજ તેમની ટિમ દ્વારા દસ દિવસના ટૂંકા સમયગાળા કાર્યક્રમ ની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી હતી.

અહીં ડીઆઇજી દ્વારા આ કાર્યમાં જોડાયેલા કર્મીઓને સન્માન પત્રક અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. અહીં ૪૪ દુર્લભ આયુર્વેદ વનસ્પતીનો પણ ઉછેર કરવામાં આવશે. અહીં દાતા તરફથી આર્થિક ૨ લાખ રકમ ની સહાય આ કાર્યમાં જાહેર કરવામાં આવી હતી. અહીં આ પ્રસંગે ડીઆઇજી યાદવ દ્વારા જણવામાં આવ્યું હતું કે વૃક્ષની જવાબદારી માત્ર ફોરેસ્ટ વિભાગની જ નથી દરેક વ્યક્તિએ તેનું ઉછેર કરી જતન કરવું જરૂરી છે. પોલીસ વિભાગ દ્વારા સોનગઢ પોલીસ મથકમાં એક અદભુત વાટિકા આકાર પામશે. પ્રેરણાદાયી કામગીરી થી ફરી પર્યાવરણમાં હરિયાળી છવાઈ જશે તેમાં ના નહિ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here