ભાવનગરના વીજળીવાળા પરિવારે પિતાના નામે સોનગઢ ગાંધીજ્ઞાન મંદિરમાં આપ્યું યોગદાન, વાંચકોને લાભ મળશે

મિલન કુવાડિયા
સિહોરની સોનગઢ પુસ્તકાલયમાં વીજળીવાળા પરિવાર દ્વારા ૧ લાખ રૂપિયા અર્પણ યોગદાન અપાયું છે જેનો વાચકોને લાભ મળશે લોકો વાંચતા થશે તો વિચારતા થશે અને વિચારતા થશે તો વિકસિત થશે એ ન્યાયે ડૉ વીજળીવાળા પરિવાર દ્વારા તેમના પિતાજીની યાદમાં અદકેરું પિતૃ તર્પણ કરતા હોય તેમ પુસ્તકાલયમાં ૧ લાખ રૂપિયાનું દાન કરવામાં આવ્યું છે.જેનો લાભ સાર્વજનિક પુસ્તકાલયના વાચકોને મળશે.સિહોર તાલુકાના સોનગઢ ગામ ખાતે ગાંધી જ્ઞાન મંદિર પુસ્તકાલય ૧૯૧૦ની સાલથી કાર્યરત છે.

જાજરમાન અને ભવ્ય ઇતિહાસ ધરાવતી આ લાઈબ્રેરીમાં ડૉ આઈ કે વીજળીવાળા અને ડૉ શરીફા વીજળીવાળાએ તેમના પિતાજી કાસમભાઈના નામે મોટું યોગદાન આપ્યું છે.તેઓ બંને ભાઈ-બહેન અન્હી વાચન કરીને પોતાની કારકિર્દીનો પિંડ ઘડી ચૂક્યા છે અને હાલ ડૉ વીજળીવાળા બેસ્ટ સેલર લેખક – નામાંકિત તબીબ તરીકે તેમજ શરીફાબેન દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ તરીકે ઉચ્ચ સ્થાને પોતાનું પ્રદાન આપી રહ્યા છે. સાર્વજનિક ગાંધી જ્ઞાન મંદિર વાચનાલય અનુશાસનથી ચાલતું હોવાની સાથે વિનામૂલ્યે વ્યવસાયલક્ષી અભ્યાસ વર્ગો પણ ચલાવે છે.જેની મુલાકાત દરમિયાન અન્હી ચાલતી પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઈને રચનાત્મક કાર્યો થતાં રહે તે માટે યોગદાન આપવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here