ભારત સરકાર માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફિલ્ડ આઉટરીચ બ્યુરો, જૂનાગઢ દ્વારા કરાયું આયોજન, ઉપસ્થિત મહાનુભાવોએ સ્વચ્છતા જાળવવા કરી અપીલ.

સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ ને બંધ કરી તેનાથી પર્યાવરણ ને થતાં નુકશાનને અટકાવવા અપિલ, પર્યાવરણ અને પાણી બચાવો ઝુંબેશમાં પણ સૌને સક્રિય ભાગ ભજવવા અપીલ

સ્વચ્છતાના વિષયોને ધ્યાનમાં રાખી ચિત્રસ્પર્ધાનું આયોજન કરાયું, સ્પર્ધામાં વિજેતા બનનાર ને સન્માનિત કરવામાં આવ્યા.

બ્રિજેશ ગૌસ્વામી
ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફિલ્ડ આઉટરીચ બ્યુરો, જૂનાગઢ દ્વારા ભાવનગર જીલ્લાના સિહોર તાલુકાના સોનગઢ ખાતે ઈન્ટીગ્રેટેડ કમ્યુનિકેશન એન્ડ આઉટરીચ પ્રોગ્રામ અંતર્ગત સ્વચ્છ ભારત અભિયાન અંગે જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. રાષ્ટ્રીય જલપ્રહરી એવોર્ડ વિજેતા મુકેશભાઈ પંડિતના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં સોનગઢના સરપંચ, સીએચસી ના મેડીકલ ઓફિસર,પીએસઆઈ,વેપારી એસો.ના પ્રમુખ સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ પ્રાર્થના-સ્વાગત ગીત અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના વક્તવ્ય દ્વારા સૌને સ્વચ્છતા અંગે જાગૃત કર્યા.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર અનિલભાઈએ સ્વચ્છતા અને સ્વાસ્થ્ય વિષય પર વક્તવ્ય આપતા જણાવ્યું કે સારા સ્વાસ્થ્ય માટે સ્વચ્છતા અનિવાર્ય છે. સાથે જ તેમણે પોલિયો રસીકરણ અભિયાન અંગે જાણકારી આપતા રસીકરણના મહત્વને પણ સમજાવ્યું હતું તેમજ પોલિયો રસીકરણ અંગે વધુ ને વધુ લોકોને જાગૃત થવા અપીલ કરી. રાષ્ટ્રીય જલપ્રહરી એવોર્ડ વિજેતા મુકેશભાઈ પંડિતએ સ્વચ્છ ભારત અભિયાનને સરકારનું નહીં પરંતુ આપણા સૌ દેશવાસીઓનું અભિયાન ગણાવતા સૌને સ્વચ્છતા અંગે સ્વયં શિસ્ત જાળવી જ્યાં ત્યાં ગંદકી ના કરવા અનુરોધ કર્યો.

ગામમાં અને જાહેર સ્થળો પર સ્વચ્છતા જાળવવી એ આપણા સૌની ફરજ હોવાનું જણાવ્યું હતુ તેમજ સોનગઢની અંકુર શાળામાં સ્વચ્છતાના વિષયોને ધ્યાનમાં રાખી ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓએ ચિત્રો દોરી પોતાના વિચારો રંગોથી વ્યક્ત કર્યા. આ સ્પર્ધામાં વિજેતા થનાર વિદ્યાર્થિઓને પુરસ્કૃત કરવામાં આવ્યા અને ઉપસ્થિત સૌ કોઈએ સ્વચ્છતા અંગેના શપથ લીધા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here