જાપાની પદ્ધતિથી અનેક દુર્લભ વનસ્પતિઓની વાવણી કરીને ઉછેર કરાશે- સોનગઢ પોલીસની પ્રશંસનિય કામગીરી

હરેશ પવારબ્રિજેશ ગૌસ્વામી
પર્યાવરણ ની જાળવણી અને પર્યાવરણ બચાવો માટે થઈને અનેક સંસ્થાઓ કામ કરતી હોય છે ખાસ કરીને ચોમાસામાં વધુ પ્રમાણમાં વૃક્ષના વાવણી કરીને ઉછેર કરવામાં આવતા હોય છે. ત્યારે સોનગઢ પોલીસ મથક દ્વારા પોલીસ મથકની જગ્યામાં ઓછી જગ્યામાં જાપાની ટેકનોલોજીના સહારે એક સુંદર વાટિકા ઉભી કરવામાં આવી રહી છે.ભાવનગર રેન્જના ડી.આઇ.જી.પી અશોકકુમાર યાદવ તથા જિલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોર તથા મુખ્ય મથક , ભાવનગરના નાયબ પોલીસ અધિક્ષક ડી.ડી.ચૌધરી તેમજ પાલીતાણા ડિવિજનના નાયબ પોલીસ અધિક્ષક આર.ડી.જાડેજા ના સિધા મોનીટરિંગ

તેમજ માર્ગદર્શન નીચે સોનગઢ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ . ડી.બી.વાઘેલા તથા પોલીસ હેડ કવાર્ટસના રિપો.સ.ઇ એસ.એચ.ખમળ તેમજ બી.ડી.ડી.એસ પો.સ.ઇ પી.ડી.ગોહિલ તેમજ સોનગઢ પોલીસ સ્ટેશન સ્ટાફ તેમજ પોલીસ તાલીમાર્થી બેન્ચ ન.પ ભાવનગર હેડ કવાટર્સ તથા પ્રોજેકટ મેનેજર શ્રી જય વાજાના સહયોગ થી સોનગઢ પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં ર૩૦૦ સ્કવેર ફુટ જેટલી જગ્યામાં જાપાની મિયાવાકી મેથડ થી ફોરેસ્ટ ( વાટીકા ) બની રહ્યું છે .

( ૧ ) આ મેથડથી ફક્ત ૧૦૦ ક્વેર ફુટ જેટલી ટૂંકી જગ્યા માં ૩૩૩ વૃક્ષો ઉગાડવામાં આવશે ( ર ) આ વાટીકામાં કુલ ૪૦ થી વધારે જાતીના અલગ અલગ વૃક્ષોનો સમાવેશ થયેલ છે . ( 3 ) આ વાટીકા માં કુલ ૭૭૦૦ કરતા પણ વધારે વૃક્ષોનું વાવેતર થઇ રહ્યું છે . ( ૪ ) આ વાટીકામાં જે ૪૦ જાતીના વૃક્ષોનું વાવેતર થઇ રહેલ છે તે પૈકી ગીરનારના જંગલોમાં હાલ જે લપ્ત થઇ રહેલી શિશમ , મિઢોળ , દુધાળો , હળદરવો , સાગ વિગેરે જાતીના વૃક્ષોનો પણ સમાવેશ કરેલ છે . ( ૫ ) આ વાટીકામાં ઔષધી તેમજ ફુટ અને સદા એવરગ્રીન રહેતા વૃક્ષોનો પણ સમાવેશ કરેલ છે. સોનગઢ પોલીસ દ્વારા પર્યાવરણ બચાવવાના ભાગ રૂપે એક અલગ જ પ્રયાસ હાથ ધરેલ છે જે ખરેખર અન્ય લોકો માટે પ્રેરણાદાયી કાર્ય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here