અત્યાર સુધીમાં ૭૧,૧૨૭ વ્યકિતઓને દંડીત કરી રૂ. ૨.૨૯ કરોડથી વધુનો દંડ કરાયો, પોલીસ વિભાગનો ઉદ્દેશ માત્ર દંડ વસુલવાનો નહી પરંતુ લોકો માસ્ક પહેરે અને કોરોના સંક્રમણને અટકાવવા જાગૃત બને તે છે – જિલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોર

મિલન કુવાડિયા
કોવિડ-૧૯ ના સંક્રમણ નિયંત્રણ સંદર્ભે જાહેર સ્થળો, ફરજના સ્થળો અને પરીવહન વખતે માસ્ક ન પહેરવા અંગે અને જાહેરમાં થુંકવા બાબતે દંડ વસુલવાની કાર્યવાહી સરકારના આદેશ મુજબ ભાવનગર જિલ્લા પોલીસ વિભાગ દ્રારા કરવામાં આવી રહેલ છે. કોરોના વાયરસની મહામારીથી બચવા જાહેરમાં માસ્ક પહેરવું ભારત સરકારશ્રીએ ફરજીયાત કર્યું છે, પરંતુ કેટલાક લોકો એક અથવા બીજા બહાને માસ્ક પહેરવાનું ટાળતા હોય છે. સરકારશ્રીએ જાહેરમાં માસ્ક પહેર્યું ન હોય તો સ્થળ પર દંડ વસૂલવાની સત્તા પોલીસ અને મ્યુનિ. કોર્પોરેશન બંન્નેને આપી છે.આવામાં જો કોઈ માસ્ક પહેર્યા વિના બહાર નિકળશે તો સરકારશ્રીના આદેશ મુજબ રૂા.૧૦૦૦/- દંડ વસૂલવામાં આવે છે. પોલીસ વિભાગનો ઉદ્દેશ માત્ર દંડ વસુલવાનો નથી પરંતુ લોકો જાહેરમાં માસ્ક પહેરે કોવીડ-૧૯ સંદર્ભે સરકારશ્રી તરફથી પ્રસિધ્ધ થયેલ ગાઇડલાઇનનું પાલન કરે અને કોવીડ-૧૯ ના સંક્રકમણને અટકાવવા લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ છે

જે વ્યકિતઓ સરકારશ્રીના આદેશનું ઉલ્લંઘન કરી માસ્ક પહેર્યા વગર બહાર નીકળે છેતેઓની પાસેથી માસ્ક દંડ વસૂલવામાં આવે છે.ભાવનગર જિલ્લા પોલીસ વિભાગ દ્રારા આજદીન સુધીમાં માસ્ક ન પહેરવા અંગે કુલ-૭૧,૧૨૭ વ્યકિતઓને દંડીત કરી તેઓની પાસેથી કૂલ રૂ. ૨,૨૯,૧૪,૨૦૦/-(અંકે રૂપીયા બે કરોડ ઓગણ ત્રીસ લાખ અને ચૈાદ હજાર બસો ) દંડ વસુલવામાં આવેલ છે. જે પૈકી છેલ્લા પાંચ દિવસમાં જ માસ્ક ન પહેરવા અંગે કુલ-૧૩૫૩ વ્યકિતઓને દંડીત કરી તેઓની પાસેથી કૂલ રૂ.૧૩,૫૩,૦૦૦/- (અંકે રૂપીયા તેર લાખ ત્રેપન હજાર ) દંડ વસુલવામાં આવેલ છે. જેથી ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોર દ્વારા જિલ્લાના પ્રજાજનોને સરકારશ્રીના કોવીડ-૧૯ સંદર્ભેના ગાઇડલાઇન/આદેશોનું પાલન કરી માસ્ક પહેર્યા વગર બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here