એસટી વિભાગની બેવડી નીતિ સામે રીક્ષા ચાલકોમાં રોષ, મોટા વાહનો તંત્રની સામે પેસેન્જરો ભરીને જતા રહે ત્યાં કોઈ કાર્યવાહી નહિ, અને નાના રીક્ષા ચાલકોને દંડ ફટકારી વાહનો ડિટેયન કરીને બહાદુરી બતાવે છે

સામાજિક આગેવાન કાર્યકર હરેશ પવાર રીક્ષા ચાલકો સાથે એસટી સ્ટેન્ડે પોહચી ધારદાર રજુઆત કરી, પોલીસને આગળ કરીને નાના રીક્ષા ચાલકો સામે કાર્યવાહી કરીને શુ બહાદુરી બતાવો છો, કરોને લક્ઝરી બસો અને મોટા વાહનો સામે કાર્યવાહી, અધિકારીને મોઢા મોઢ ઝાપડી દીધું

દેવરાજ બુધેલીયા
સિહોર એસટી સ્ટેન્ડ પાસે લકઝરી બસો અને ખાનગી વાહનો ઉભા રાખીને બુમો પાડીને મુસાફરોને ખેંચવાની પેરવી સામે એસટી તંત્રની બેવડી નીતિ સામે ચોમેર રોષ વ્યાપ્યો છે ત્યારે આગેવાન હરેશ પવાર અને અધિકારી વચ્ચે શાબ્દિક યુદ્ધ થયું હતું અને નાના રીક્ષા ચાલકો સામેની દંડ અને ડિટેયન કાર્યવાહી સામે રોષ સાથે બળાપો વ્યક્ત કર્યો હતો સિહોર માંથી ભાવનગર -રાજકોટ રાજય ધોરી માર્ગ પસાર થઇ રહ્યો છે. જેમાં સિહોરમાં બસ સ્ટેશન પાસે જ આખો દિવસ નાના-મોટા ખાનગી વાહનોનો જમાવડો હોય છે.

તેના કલિનરો રાજકોટ, પાલિતાણા, અમરેલી,જામનગર જવાની બૂમો પાડતા હોય છે. જેને કારણે એસ.ટી.ના મુસાફરો આ ખાનગી વાહનો તરફ ખેંચાતા હોય છે. તાજેતરમાં જ રાજય પરિવહન વિભાગે રાજયમાં અનેક નાની એસ.ટી.ઓ અનેક ડેપોને આપી છે. અને આ નાની એસ.ટી.ઓ પણ મુસાફરોને સારી સુવિધા ઉપલબ્ધ કરાવે છે. ખાનગી વાહનોને ઊભા રાખીને ખુલ્લેઆમ પેસેન્જરોને બૂમો પાડવી એ નિયમની વિરુધ્ધ છે. આમ છતાં તંત્ર આ બાબતે બેવડી નીતિ અપનાવીને પોલીસને આગળ કરી ગરીબ અને નાના રીક્ષા ચાલકો સામેની કાર્યવાહી સામે વિરોધનો સુર ઉઠ્યો છે આજે એસટી બસ્ટેન્ડમાં તંત્ર દ્વારા માત્ર કેટલાક રીક્ષા ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

પોલીસને આગળ કરીને રિક્ષાઓ ડિટેયન અને મસમોટા મેમા ફાડવાની કાર્યવાહી સામે ગરીબ રીક્ષા ચાલકોની વ્હારે સામાજિક કાર્યકર પત્રકાર હરેશ પવારે એસટી વિભાગના અધિકારીને ધારદાર રજૂઆતો કરીને રીક્ષા ચાલકો સામે આકરી કાર્યવાહી બંધ કરવા રજૂઆતો કરી હતી અને મોટા વાહનો લકઝરી બસો જે એસટી વિભાગના પેસેન્જરો બૂમ બરાડાઓ પાડીને જે લઈ જાય છે તેના સામે સાચી કાર્યવાહી કરવાની માંગ કરી હતી અને એસટી વિભાગની બેવડી નીતિ સામે રીક્ષા ચાલકોએ બળાપો વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here