નજરે જોનારાની રુંવાડા બેઠા કરી દેનારી ઘટના, ટ્રકે બાઇકને બાઇકને હડફેટ લીધું, ગોઝારી ઘટનાએ બેનો જીવ લીધો, સિહોરનો હાઇવે ફરી રક્તરજીત

યાસીન ગુંદીગરા – દેવરાજ બુધેલીયા
સિહોરના હાઇવે પર ફરી રક્તરજીત ઘટનાથી ભારે અરેરાટી વ્યાપી છે ગઈ મોડી સાંજે ટ્રકે બે બાઈક સવારોને રીતસર ચગદી નાખ્યા હતા સિહોર એસ.ટી. સ્ટેન્ડ નજીક ગઈકાલ મોડી સાંજે ટ્રક–ટે્રલરના ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇક સવાર પીજીવીસીએલના નિવૃત્ત ઇજનેર અને કોન્ટ્રાકટર ટ્રકના વ્હીલ નીચે આવી જતા ઘટના સ્થળેજ બન્નેના કમકમાટીભર્યા મોત નિપજયા હતા. સિહોર એસ.ટી. સ્ટેન્ડ નજીકથી પસાર થઇ રહેલ.

બાઇક નં.જી.જે.૪.ડી.જે.૯૦પ૬ને પુરપાટ ઝડપે આવી રહેલ ટ્રક ટ્રેલર નં.જી.જે.૦૪.વાય.૬રર૦ના ચાલકે ધડાકાભેર અડફેટે લેતા બાઇક સવાર વિનોદભાઇ લખીમજીભાઇ બોરીચા (નિવૃત્ત પીજીવીસીએલ ઇજનેર, રે.રામદેવનગર, ચિત્રા, ભાવ.) અને બિપીનભાઇ જગજીવનભાઇ મારૂ (ઉ.વ..૩૦, પીજીવીસીએલના કોન્ટ્રાકટર રે.ભાવ.) બાઇક પરથી રોડ પર પટકાઇ ટ્રકના વ્હીલ નીચે આવી બન્નેના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયા હતા. અકસ્માતની જાણ થતા જ સિહોર પોલીસ દોડી જઇ.

મૃતદેહોનો કબ્જો લઇ પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી ટ્રક ચાલક વિરૂધ્ધ અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. અકસ્માતમાં મોતને ભેટેલા વિનોદભાઇ બોરીચા અને બિપિનભાઇ મારૂ પાલીતાણાથી ભાવનગર આવી રહ્યા હતા ત્યારે સિહોરમાં ઘટના સર્જાઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here