સિહોરના મોટાચોક ખારાકુવા વિસ્તારમાં અઠવાડિયા દરમિયાન પાંચથી વધુ અપમૃત્યુના બનાવો

આપઘાત કરનારમાં યુવાનોની સંખ્યા વધુ- સિહોરમાં કાઉન્સેલિંગ સેન્ટર શરૂ કરવું આવશ્યક


દેવરાજ બુધેલીયા : બ્રિજેશ ગૌસ્વામી
હમણાં થોડા મહિલા પહેલા જ વિશ્વ આત્મહત્યા દિવસ ગયો હતો. વર્તમાન પત્રો અને સોશ્યલ મીડિયા ઉપર અનેક સારી સારી વાતોના લેખો છપાઈ ગયા હતા. પરંતુ છતાં લોકો આત્મહત્યા વ્હોરી રહ્યા છે. ખાસ કરીને સિહોર માટે જોઈએ તો વધતા જતા આત્મહત્યા ના બનાવો એ ચિંતાનો વિષય બની ગયો છે. કોરોના લોકડાઉન ને લઈને સારા સારા લોકોની આવકો ઉપર બ્રેક લાગી ગઈ છે ત્યારે મધ્યમ અને નાના વર્ગના લોકોની પરિસ્થિતિનીનો વિચાર કરીને જ મનમાં કંપારી ઉઠી જાય. સિહોરમાં છેલ્લા એક અઠવાડિયામાં પાંચ થી વધુ અપમૃત્યુના બનાવો બની ગયા છે.

યુવાનોમાં ધીરજતા અને સહનશીલતા ખૂટી પડ્યાના આ દાખલાઓ સમાજ માટે મોટી ચિંતા બની રહ્યા છે. રામનાથ રોડ વિસ્તારમાં રહેતા મહેન્દ્રભાઈ નામના નબયુવાને ઝેરી દવા પી જીવનમાં ઝેર ફેલાઈ દીધું તો બીજા બનાવમાં રાજગોર શેરીમાં રહેતા મજૂરી કામ કરતા બુધાભાઈ ચૌહાણ નામના માણસે ટૂંકી બીમારીમાં ગળેફાંસો ખાઈને જીવન અધવચ્ચે જ આટોપી નાખ્યું તો ત્રીજા બનાવમાં રાજગોર શેરીમાં નરસિંહભાઈ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી નાખ્યું, ચોથા બનાવમાં જોઈએ તો બકુલભાઈ રાજપૂત જેઓ નગરપાલિકા ના વોટર સપ્લાય માં ફરજ બજાવે છે તેમના પત્ની દાજી જતા સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું,

અને પાંચમા બનાવમાં ઢસાપા માં રહેતા યુવાન પીન્ટુભાઈ પરમારે ગઈ મોડી રાત્રે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી નાખ્યું હતું. સિહોરના મોટાચોક આસપાસના વિસ્તારોમાં છેલ્લા અઠવાડિયામાં પાંચ થી વધુ આત્મહત્યા ના બનાવો બની ગયા છે જેમાં ખાસ સામ્યતા એ છે કે મરનાર તમામ મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતાં ત્યારે સિહોર શહેર માટે વધતા જતા આત્મહત્યા ના બનાવો ચિંતાજનક વિષય બની રહ્યો છે. અને જો આ આંકડો આગામી દિવસોમાં વધતો જશે તો તંત્ર સામે એક મોટો પ્રશ્ન આવી ઉભો રહેશે તે વાત નક્કી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here