Connect with us

Sihor

સિહોર ; ઉનાળાના અમૃત ફળ સમાન તરબુચ, દ્રાક્ષ અને સક્કરટેટીની ધૂમ આવક

Published

on

sihor-summers-nectarine-fruits-such-as-watermelon-grapes-and-sugarcane-flow-in

પવાર

  • ગ્રીષ્મ ઋુતુ ધીમી ગતિએ જામી રહી છે ત્યારે શહેરની બજારોમાં કાળા તરબુચ ઉત્તર ગુજરાતમાંથી અને સફેદ પટ્ટાવાળા તરબુચ બેંગ્લોરમાંથી મંગાવાય છે, સિઝન દરમિયાન લાખો રૂપીયાનો માલ વેચાઈ જાય છે

સિહોર શહેર અને જિલ્લામાં ઉનાળાની ઋુતુ ધીમી ગતિએ જામી રહી છે ત્યારે સ્થાનિક મુખ્ય અને પરા વિસ્તારોની શાકમાર્કેટ સહિતના સાર્વજનિક સ્થળોએ ઉનાળાના અમૃતફળ સમાન ગણાતા મીઠા મધુરા દેશી અને વિલાયતી તરબુચ, સકકરટેટી, માધુરી તેમજ ખાટી-મીઠી દ્રાક્ષ સહિતના આરોગ્યવર્ધક ઉનાળુ ફળોની સ્વાસ્થ્યપ્રેમીઓ દ્વારા ધૂમ ખરીદી પણ શરૂ થઈ ગઈ છે. ઉપરોકત ઉનાળુ ફળોની ચોમેર ડિમાન્ડ પણ વધી રહી છે. ગોહિલવાડમાં હાલ બપોરના અરસામાં ગરમી પડી રહી છે

sihor-summers-nectarine-fruits-such-as-watermelon-grapes-and-sugarcane-flow-in

અને હજુ તાપમાનનો પારો બરાબર ઉંચકાયો પણ નથી ત્યાં તો શહેર અને જિલ્લાના અલગ અલગ સાર્વજનિક સ્થળો, બસ સ્ટેન્ડ બાગ, બગીચા, હાઇવે સહિતના અનેક સ્થળોએ તરબુચ, સકકરટેટી અને દ્રાક્ષના મીની સ્ટોલ ખડકાઈ ગયા છે. એટલુ જ નહિ તેનું છુટક અને જથ્થાબંધ વેચાણ પણ શરૂ થઈ ગયેલ છે. તરબુચમાં ભરપુર માત્રામાં પાણી હોય છે અને તેના સેવનથી આકરી ગરમીમાં પણ શીતળતા અને રાહત મેળવવા માટે લોકો તરબુચ, સકકરટેટી અને માધુરીનો સહારો લેતા થયા છે. હાલ સ્થાનિક બજારોમાં કાળા અને સફેદ પટ્ટાવાળા એમ બે પ્રકારના તરબુચ વેચાતા જોવા મળી રહ્યા છે હજુ ઉનાળાની ઋુતુનો પ્રારંભીક તબકકો શરૂ હોય તરબુચ, સકકર ટેટી, માધુરી તેમજ દ્રાક્ષના ભાવ પ્રમાણમાં ઉંચા છે. જે હવે જેમ જેમ ઉનાળો જામતો જશે અને માલની આવક વધતી જશે તેમ તેમ તેના ભાવ નીચા આવશે તેમ જાણવા મળે છે.

error: Content is protected !!