સિહોર પંથકના હજારો રત્નકલાકારોની ફરી સુરતથી વતન તરફ હિજરત

બ્રિજેશ ગૌસ્વામી
અનલોક જાહેર થતા ફરી હીરા બજાર શરૂ થશે તેવી આશા એ સિહોર પંથકના સુરત પહોંચેલા રત્ન કલાકારો કોરોના અને આર્થિક સંકટ માં ફસાતા ફરી વતનની વાટ પકડી છે. સુરત થી હજારો કારીગરો હાલ વતન તરફ આવી રહયા છે. લોકડાઉન સમયે સૌરાષ્ટ્ર આવેલા કારીગરો અનલોક જાહેર થતાં સુરત પરત ફર્યા હતા પરંતુ કેટલાક રત્ન કલાકારો કોરોના સંક્રમિત બનતા તેમજ મોટા ભાગની કમ્પનીઓએ કારીગરો ને બે મહિનાથી પગાર ન આપતા બેકારીની ગર્તામાં લાખો કારીગરો ધકેલાઈ ગયા છે.

સંતાનોના શાળા ના ખર્ચા અને મકાન ભાડું ન પોસાતું હોય તેવા હજારો કારીગરો એ ફરી સૌરાષ્ટ્ર તરફ આવી રહ્યા છે. સૌરાષ્ટ્ર માં પણ ભાવનગર , અમરેલી ,બોટાદ અને જસદણ સહિત ના હીરા બજાર ના કેન્દ્રો હાલ ૩૦ થી ૩૫ ટકા ની કેપેસિટી એ ચાલે છે. સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે. લાખો લોકોને રોજગારી આપતો હીરા ઉદ્યોગ બેહાલ બન્યો છે સરકાર ની કોઈ સહાય કારીગરો ને મળી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here