ટ્રાવેલ્સ ઉદ્યોગમાં હજારો લોકોની રોજગારીને અસર, મોટા શહેરોમાં કરફયુમાં રાત્રે ખાનગી બસોને પ્રવેશવાની છૂટ છતાં મળતો 50 ટકા જ ટ્રાફિક, ડિઝલનાં ભાવનો મોટો ફટકો

દેવરાજ બુધેલિયા
સિહોર : કોરોના કાળમાં છેલ્લા દોઢેક વર્ષથી રાજ્યનો ખાનગી ટ્રાવેર્લ્સ ઉધોગ આર્થિક સંકટનો સામનો કરી રહયો છે કોરોના હળવો પડયો છે પરંતુ આ ઉધોગને હજુ કળ વળી નથી આ ઉધોગ સાથે જોડાયેલા હજારો લોકોની રોજગારીને અસર પહોંચી છે. સરકારે છૂટછાટ જાહેર કરી હોવા છતાં હજુ પણ સૌરાષ્ટ્રમાં હજારો બસોનાં પૈડા હજુ ઠપ છે ચાલુ થયા નથી. જે બસો ચાલુ કરવામાં આવી છે તેમાં પુરતા પેસેન્જર મળતા નથી.

ગત માર્ચ ર૦ર૦થી કોરોનાનો કપરો કાળ શરૂ થતા જ મોટા ભાગની બસોને નોન યુઝમાં મુકી દેવામાં આવી હતી. આર્થિક સંકટને લઈને આ ઉધોગ સાથે જોડાયેલા  અનેક ડ્રાઈવર – કલીનરને છૂટા કરવાની નોબત આવી હતી. દરમિયાન હવે કોરોના હળવો પડયો છે અને રાત્રે મોટા શહેરોમાં કરફર્યુમાં પ્રવેશવાની ખાનગી બસોને છૂટ અપાતા બંધ રૂટ ચાલુ કરાયા છે આમ છતાં હજુ સંકટનાં વાદળો વિખેરાયા નથી જેથી હજારો લોકોને રોજગારી આપતો ખાનગી ટ્રાવેર્લ્સ ઉધોગ આર્થિક સંકટનો સામનો કરી રહયો છે.

એક તરફ ડિઝલનાં સતત વધતાં જતાં ભાવ બીજી તરફ પ૦ ટકા પણ પેસેન્જર મળતા નથી આવી સ્થિતિમાં ગાડીઓના મેઈન્ટેન્સ  ખર્ચ પોષાતા નથી. ભાડા વધારા કરવા પણ હાલનાં સંજોગોમાં કોઈને પોષાય તેમ નથી જો ભાડા વધારો કરવામાં આવે તો ટ્રાફિક હજુ ઘટી શકે છે ભાવનગરથી અમદાવાદ, સુરત અને મુંબઈના રૂટો શરૂ કરાયા છે પણ પેસેન્જર પુરા મળતા નથી. સરકારે એપ્રિલ થી જુન ત્રણ માસ ટેકસ માફી આપી

પરંતુ ગાડીઓ જ બંધ હોવાથી તેનો કોઈ ફાયદો ઉધોગને થયો નથી. ટેકસ ભરવામાં જો એક દિવસનું મોડું થાય તો પેનલ્ટી અને ઉંચુ વ્યાજ વસુલે છે જયારે ગાડીઓનાં રજીસ્ટ્રેશન કેન્સલ કરાયા હોય તેને અઢી – ત્રણ વર્ષ થયા હોવા છતાં અનેક લોકોને હજુ રિફંડ મળ્યા નથી. ટ્રાન્સપોર્ટ વિભાગમાં બસ સંચાલકોની રજુઆતો કોઈ સાંભળતુ નથી તેવી ખરાબ હાલત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here