રંગબેરંગી દોરીથી સજ્જ દેશી ખાટલાઓના સંગ્રહના શોખીન છે સિહોરના થાળા ગામના હિંગોળભાઈ.
થાળા ગામે રહેતા હિંગોળભાઈ અતિ આર્થિક સમૃદ્ધ ખેડૂત છે, વિશાળ ઘરના ફળિયામાં ૫૦ જેટલા ખાટલાઓ મૌજુદ છે, તેમને ત્યાં આવતા જતા મહેમાનો ખાટલાઓ જોઈ દંગ રહી જાય છે, ગઢવી પરિવાર દ્વારા આજે પણ આતિથ્યને આવકાર દેશી ખાટલાઓમાં આપવામાં આવે છે.
વિશેષ સલીમ બરફવાળા : બ્રિજેશ ગૌસ્વામી
આજના આધુનિક યુગમાં શહેરોમાં દેશી ખાટલાઓ માત્ર જુજ ઘરોમાં જોવા મળે છે,જયારે ગામડાઓમાં હજુ આવા ખાટલાઓ જોવા મળે છે. પરંતુ એક જ ઘરમાં ૫૦ થી વધુ રંગબેરંગી દોરીથી ભરેલા દેશી ખાટલાઓ ભાગ્યેજ જોવા મળે છે.આવોજ વિવિધ ખાટલાઓનો શોખ ધરાવે છે સિહોરના થાળા ગામના હિંગોળભાઈ ગઢવી. આર્થિક અતિ સમૃદ્ધ એવા હિંગોળભાઈ આજના મોર્ડન યુગમાં પણ તેમણે ત્યાં આવતા જતા મહેમાનોને આ દેશી ખાટલામાં મહેમાંનાગતીની મોજ કરાવે છે.
તમે ૫૦ એકર ખેતી ધરાવતા ખેતર માલિકો જોયા હશે પણ ૫૦ જેટલા દેશી ખાટલા પોતાના ઘરમાં હોય તેવા માણસ ક્યારેય જોયા છે ખરા? આવો મળીયે આવા જ એક શોખ ધરાવતા વ્યક્તિને. આજના સમયમાં માનવીઓ અલગ અલગ પ્રકારના શોખ ધરાવે છે. લોકોને ઘણા પ્રકારના શોખ હોય છે, જેમાં અનેક લોકોના સારા શોખ ચર્ચાનું કારણ બને છે.હવે આપણે જેની વાત કરવા જઈ રહ્યા છીએ માણસના એક અનેરા શોખની છે.
કોઈને હરવા ફરવાનો તો કોઈને સોના-ચાંદીના જુના-નવા સિક્કાના સંગ્રહનો તો કોઈને ચલણી નોટ સંગ્રહ નો,તો કોઈને વિવિધ પોસ્ટ ટીકીટનો તો કોઈને વિવિધ પેનના સંગ્રહનો શોખ હોય છે.,આવા જ એક શોખીન વ્યક્તિ છે સિહોરના થાળા ગામના હિંગોળભાઈ કે જેમનો અનેરો શોખ આજના સમયમાં એક મિશાલ બની શકે છે.આજના સમયમાં ગામડાઓમાં પણ લોકોના ઘરોમાં ખાટલાઓનું સ્થાન આધુનિક સેટી, પલંગ અને સોફાસેટે લીધું છે ત્યારે હિંગોળભાઈના ઘરમાં આજે પણ ૫૦ થી વધુ દેશી વિવિધ રંગની દોરી ભરેલા ખાટલા મૌજુદ છે
.આજના મોર્ડન જમાનામાં પણ હજુ ગામડાઓમાં લોકો વિવિધ પ્રકારની વસ્તુઓનો શૌખ ધરાવે છે ત્યારે હિંગોળભાઈ કે જેનું થાળા ગામે આવેલ વિશાળ ઘરના ફળિયામાં આ ખાટલાઓની સમહુ મહેમાનોને આમંત્રિત કરી રહ્યો છે. વિવિધ પ્રકારના રંગોની દોરીથી ભરેલા ખાટલા મનમોહિલે છે.જ્યારે તેમને ત્યાં આવતા મહેમાનો પણ આટલી મોટી સંખ્યામાં ખાટલાઓનો સંગ્રહ જોઈ દંગ રહી જાય છે.સામાન્ય રીતે ગામડાઓમાં કુલ મળી અને ૫૦ ખાટલાઓ આજના સમયમાં જોવા મળે છે ત્યારે એકજ ઘરમાં આટલો મોટો ખાટલાઓનો સંગ્રહએ શૌખની બાબત છે.
આ તમામ ખાટલાઓ હિંગોળભાઇએ મિસ્ત્રી પાસે જાતે તૈયાર કરાવ્યા છે.સમયાંતરે જ્યારે પણ તેના ઘરમાં કોઈ અન્ય કામે મિસ્ત્રી આવે ત્યારે એક ખાટલો તો અચૂક હિંગોળભાઈ તૈયાર કરાવે છે.એમના ઘરના વંડામાં આજે પણ ૫૦ થી વધુ રંગબેરંગી ખાટલાઓ જોવા મળે છે એટલે જ અમે કહીએ છે તમે ૫૦ એકર જગ્યાઓના માલિક જોયા હશે પણ ૫૦ જેટલા દેશી ખાટલા પોતાના ઘરમાં હોઈ તેવો માણસ ક્યારેય જોયો છે.? હિંગોળભાઈ સિહોરના થાળા ગમે રહેતા અતિ સમૃદ્ધ ખેડૂત છે. જે ૧૦૦ વીઘા ખેતી અને ૪૦ જેટલી ભેસોના માલિક છે. તેઓ ધારે તો આધુનિક જમાનામાં સેટી, પલંગ, સોફાસેટ પોતાના ઘરોમાં વસાવી શકે છે પરંતુ આજે પણ તેમના માટે જુના જમાના ના ખાટલા જ સૌથી બેસ્ટ છે.