ટાણા આજુબાજુના બિસ્માર રસ્તાઓને લઈ કોંગ્રેસ અગ્રણીએ મુખ્યમંત્રી અને વિપક્ષના નેતા સુધી રજૂઆત કરી

હરેશ પવાર
સિહોરથી ટાણા આવવા જવાના રોડ માટે અનેક વખતો રજૂઆતો થયેલી છે પરંતુ નતો સરકારમાં બેઠેલા લોકો ધ્યાન આપે છે કે નતો નપાણીયુ તંત્ર..બંનેને વચ્ચે પ્રજા પીસાઈ રહી છે ટાણા ગામથી કોઈ પણ ગામમાં જવા આવવા માટે એક પણ રોડ રસ્તા સારા નથી. છેલ્લા ઘણા સમય થી લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં આજ દિવસ સુધી રોડ રસ્તા નોનુ કામ કરવામાં આવેલ નથી મેડિકલ ઈમરજન્સી હોય અથવા તો કોઈ પણ બીજી ઈમરજન્સી હોય તો ટાઈમસર પહોંચી વળાય એવી હાલતમાં રસ્તા નથી. અનેક વખત નાના-મોટા અકસ્માતો પણ થયેલ છે.
આ રોડ રસ્તા પર હજારો માણસો નું અવન જવન હોય છે.

આ રસ્તા પર રત્નકલાકાર ભાઈઓ નોકરિયાત ઓફિસરો ખેડૂત ભાઈઓ કે પછી અનેક નાના મોટા વેપારીઓ કે નાના-મોટા કામદારો હજારોની સંખ્યામાં અવન જવન કરે છે.ખરાબ અને બતર હાલતમાં રોડ ની પરિસ્થિતિ છે અને બહુ જ ઉંડા ખાડા પડી ગયેલ હોવાને કા૨ણે અકસ્માતોના બનાવો પણ બહુ જ બને છે અને આ બીસ્માર રોડના હીસાબે અકસ્માતમાં ધણા લોકોએ પોતાનો જીવ પણ ગુમાવેલ છે ત્યારે ટાણાના અગ્રણી રઘુવીરસિંહે એ પત્ર દ્વારા રજુઆત કરીને રોડ બનાવવાની માંગ કરી છે.

આ રહી બિસમાર રોડની યાદી

૧. ટાણા ગામથી સિહોર .
૨. ટાણા થી બુઢણા .
૩. ટાણા થી ગુંદાળા . સરકડિયા .
૪. ટાણા થી વરલ.
૫.ટાણા થી બેકડી. થાળા . ભાખલ
૬. ટાણા થી પીપલા.
૭. ટાણા થી અગિયાળી.
૮. ટાણા થી વાવડી.
૯. ટાણા થી રાજપરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here