એડવોકેટ અશોકભાઈ મકવાણાએ અખબાર યાદીમાં જણાવ્યું છે કે ચાર વર્ષથી અતિ ખરાબ રોડ છે,અસંખ્ય વાહનો અવરજવર કરે છે, અવારનવાર રજૂઆતો કરવા છતાં પગલાં લેવાતા નથી

દેવરાજ બુધેલીયા
સિહોરથી પસાર થતો ટાણા રોડમાં ડામર રોડનું નામ નિશાન રહ્યું નથી આ રોડ અતિ બિસમાર હાલતમાં દેખાઈ છે ટાણાએ સિહોર તાલુકાનું હૃદય ગણાય છે.આ ગામ ધંધા -રોજગારની દષ્ટિએ ફુલ્યુંફાલ્યું છે. અને ટાણાની આજુબાજુના ૩૦ થી ૩૫ ગામના લોકોને સિહોર કે ભાવનગર જવા આવવા માટે ફરજિયાત ટાણા આવવું પડે છે. આ રોડ પરથી આખા દિવસ દરમ્યાન બેશુમાર માત્રામાં વાહનો પસાર થાય છે. હાલમાં આ રોડ પર અનેક જગ્યાએ મોટા-મોટા ખાડા પડી ગયા છે ત્યારે વિસ્તારના રાજકીય આગેવાનો શું આ રોડ પરથી પસાર થતા નહી હોય ? તે એક મોટો સવાલ છે.

વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે હોઈ કે નોકરિયાત લોકોની સિહોર કે પછી ભાવનગર જવા આવવા માટે આજ રોડ પરથી પસાર થવું પડે છે અને આ રોડ ચોવિસ કલાક ધમધમતો રહે છે એટલું જ નહીં પરંતુ આ તમામ ગામોના દર્દીઓને પણ આ રોડથી જ એમ્બ્યુલન્સ મારફતે સિહોર દવાખાનાઓમાં સારવાર માટે લાવવામાં આવે છે પરંતુ આ રોડ પરથી કોઇપણ વાહનોને પસાર થવુ એ માથાના દુઃખાવા સમાન આ રોડ બની ગયો છે એટલી હદે આ રોડની અવદશા થઇ જવા પામી હોવા છતાં આરએમબીના અધિકારીઓને આ રોડનું મરામત કરવાનું દેખાતુ નથી ત્યારે રોડ બાબતે ટાણા ગામના એડવોકેટ મેદાને આવ્યા છે રોડની કામગીરી કરવાની માંગ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here