ભાજપના  નગરસેવક ચેરમેન દીપશંગભાઈ રાઠોડ દ્વારા ગંભીર આક્ષેપો, રોડ વિભાગ દ્વારા માટીના બદલે ડામર નાખવામાં મોટો ભષ્ટાચાર


હરેશ પવાર
ભાવનગર રાજકોટ હાઇવે જ્યારથી બનવાનું શરૂ થતું ત્યાંથી ભષ્ટાચાર થતો હોવાની વાતો થતી રહી છે વાતો અને આક્ષેપો ગમે તેટલા થતા હોય તો પણ તપાસ કરે કોણ તે એક સવાલ બને છે સિહોરના રાજકોટ રોડ ટાણા ચોકડીથી રેસ્ટ હાઉસ સુધી હાઇવે પર રોડ વચાળે ડિવાઈડર બનાવવાનું શરૂ છે હવે તે ડિવાઈડરની વચ્ચે માટીના બદલે તૂટેલો ડામર નાખવામાં આવે છે સમગ્ર મામલે ભાજપના નગરસેવક અને નગરપાલિકા ચેરમેન દીપશંગભાઈ રાઠોડે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે રોડ વિભાગ દ્વારા અહીં ભયંકર ભષ્ટાચાર કરવામાં આવે છે.

ડિવાઈડર વચાળે માટીના બદલે તૂટેલ ડામર નાખવામાં આવે છે જોકે જ્યારથી ભાવનગર રાજકોટ હાઇવે બન્યો ત્યાંથી રોડમાં લોલમલોલ થતું હોવાની વાતો થતી રહી છે ત્યારે સિહોર ટાણા ચોકડીથી રેસ્ટ હાઉસ સુધી હાઇવે વચાળે બનતા ડિવાઈડર વચાળે તોડેલા ડામર નાખવાનું મોટું કારસ્તાન સામે આવ્યું છે સમગ્ર મામલે ભાજપના નગરસેવક ચેરમેન દીપશંગભાઈ રાઠોડ દ્વારા ભષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here