સિહોરના ટાણા ગામના કોંગી આગેવાન રઘુવીરસિંહે આરોગ્ય કર્મીઓને નિમણુંક બાબતે અન્યાય થતો હોવાનો પત્ર લખ્યો


બ્રિજેશ ગૌસ્વામી
કોરોનાની મહામારી વચ્ચે સીસીએચ ના ૮ બેંચ માં કર્મચારીઓને તાકીદે નિમણુંક કરવા માટે થઈને સિહોરના ટાણા ગામના કોંગ્રેસ અગ્રણી રઘુવીરસિંહ ગોહિલ એ મુખ્યમંત્રી ને પત્ર લખી રજુઆત કરીને કહ્યું હતું કે હાલના આ કોરોનાના દરોરોજના ૨ લાખ કરતાં પણ વધુ દર્દીઓ કોરોના પોસીટીવે આવી રહ્યા છે, તેમના માટે હાલ આરોગ્ય કર્મચારીઓની ખૂબ જ અછત છે તો જે વ્યક્તિ ૨ વર્ષ કે તેનાથી વધુ અનુભવ ધરાવે છે તથા જેમની નિમણૂક પ્રક્રિયા શરૂ થયાને ૧ મહિનો થવા આવ્યો છતાં હજુ ૯૦૦ જેટલા કર્મચારીઓની નિમણુંક બાકી છે.

હાલના આ કોરોનાના કપરા કાળામાં જ્યારે તબીબી સ્ટાફની ખુબ અછત વર્તાઈ રહી છે તથા ખૂબ જ જરૂરત છે એવા સમયમાં આ બાકી રહેલા ૯૦૦ જેટલા વ્યક્તિઓની તાત્કાલિક ધોરણે નિમણૂક કરાવો. જો રાજ્યમાં આટલા હેલ્થ એન્ડ વેલનેસ સેંટર ના હોઈ તો ગ્રામ્ય વિસ્તારમાં અંગણવાડી, પ્રાથમિક શાળા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અર્બન હેલ્થ સેન્ટર ખાતે કાર્યરત કરાવડાવો જેથી આ કોરોના કાળમાં સરકારને ૯૦૦ જેટલા તબીબ ક્ષેત્રના વ્યક્તિઓ મળશે અને ૯૦૦ જેટલા અને લાંબા સમયથી અન્યાયના ભોગ બનેલા, ૨ વર્ષ કરતાં વધુ અનુભવ ધરાવતા એવા સીસીએચ બેંચ ૮ ના કર્મચારીઓને ન્યાય મળશે તેવી વિનંતી સાથે રજુઆત કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here