અન્ય ગામોમાં આવી ઝુંબેશ કરીને મોટા પ્રમાણમાં મચ્છર ઉત્પત્તિ અટકાવી શકાય અને મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા રોગો અટકાવી શકાય, ગામોગામ યુવક મંડળો, ગ્રામ પંચાયતો સહયોગ આપીને ઝુંબેશો કરે તે અનુકરણીય ગણાશે

હરેશ પવાર
સિહોર તાલુકા આરોગ્ય અધિકારી જયેશ વકાણીની સૂચનાથી તાલુકાભરમાં ઘનિષ્ઠ પોરાનાશક કામગીરી તેમજ મચ્છરજન્ય રોગચાળાથી બચવા માટે લોકોમાં જનજાગૃતિ કરી રહ્યા છે. જે અન્વયે સિહોર તાલુકા હેલ્થ કચેરીના તાલુકા હેલ્થ ઓફિસર ડો.જયેશભાઇ વકાણી, તાલુકા હેલ્થ સુપરવાઇઝર અનિલભાઈ પંડિત ના માર્ગદર્શન હેઠળ માઈકિંગ, આરોગ્ય શિક્ષણ, ટીમ વર્ક પોરાનાશક કામગીરી કરાઈ રહી છે.તાજેતરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટાણાના મેડિકલ ઓફિસર દિગ્વિજયસિંહ ગોહિલ, સુપરવાઇઝર રાહુલભાઇ રમણા દ્વારા ટાણા ગામના મણિનગર વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં ટાયરોનો જથ્થો જોયો અને લોકજાગૃતિની ઝુંબેશ ઉપાડી અને સરપંચશ્રી નિશાબેન તથા લોક આગેવાન કિરીટભાઈ ગોધાણી દ્વારા ટ્રેક્ટરનો સહયોગ મળતા

આરોગ્ય તંત્રના કર્મચારીશ્રી સંજયભાઈ ભટ્ટ, ભરતભાઈ ખીમાણી, રસિકભાઈ બારૈયા તથા તાલીમાર્થી ભાઈઓની ટીમ દ્વારા ઘરે-ઘરે સમજાવેલ કે આપણા ઘર પર પડેલા ટાયરોમાં વરસાદ પડતાં ચોખ્ખું પાણી ભરાતા એક મચ્છર ત્યાં ૧૦૦ થી ૧૫૦ ઈંડા મૂકી જશે તો આ ટાયર આપના ઘર માટે મચ્છરની ફેક્ટરી થશે અને મેલેરિયા,ડેન્ગ્યુ, ચીકનગુનિયા આપના ઘેરથી શકે અને ઘેર માંદગી આવે અને ક્યારેક પોતાના વ્હાલા સ્વજન પણ ગુમાવવા પડે તો લોકોએ પણ આ વાત માનીને ટ્રેકટરની ટ્રોલી ભરીને ટાયર ભેગા કરીને પંચાયતમાં આપી દીધેલ. આવી કામગીરી ગામે ગામ પંચાયત, યુવક મંડળો આરોગ્ય ટીમને સહયોગ આપે તો મચ્છર ઉત્પત્તિ અટકાવીને રોગચાળાને અટકાવી શકીશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here