સિહોર તાલુકામાં વ્યાજખોરો ઉપર લગામ લગાવી જરૂરી – ટાણા ગામે વ્યાજના પૈસા બાબતે મારી નાખવાની ધમકી

શંખનાદ કાર્યાલય
સિહોર સહિત પંથક અને તાલુકામાં વ્યાજખોરો નો ત્રાસ સતત વધતો જઈ રહ્યો છે. વ્યાજખોરો ની વધતી જતી દાદાગીરી ઉપર રોક લાગવા પોલીસ તંત્ર કોઈને કોઈ અંશે ઉણી ઉતરી રહી છે. આ અંગે મળતી માહિતી સબબ ટાણા ગામે રહેતા સિકંદરભાઈ અહમદભાઈ ચુડેસરા એ ભરતભાઇ ગોવિદભાઈ ચુડાસમા રહે ટાણા પાસેથી કટકે કટકે ૧૧,૬૫,૦૦૦ રૂપિયા વ્યાજે લીધા હતા. જેમાંથી ભરતભાઇ દ્વારા ધાક ધમકીઓ આપીને બળજબરીથી ૧૩,૯૦,૦૦૦ રૂપિયા વસૂલી લીધા હતા તો પણ તેઓ દવારા હજુ પણ ૫,૬૫,૦૦૦ આપવા માટે દબાણ કરીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપે છે.

તેમજ ભીમદેવસિંહ ઉર્ફે ભીમભાઈ ગોહિલ તથા તેના ભાઈ અર્જુનસિંહ ગોહિલ બંને રહે વાવડી (ટાણા) વાળા પાસેથી કટકે કટકે ૫,૩૦,૦૦૦ રૂપિયા વ્યાજે લીધા હતા. જેના બદલામાં બંને ભાઈઓ દ્વારા ફરિયાદીને ૪૯,૦૦,૦૦૦ વ્યાજ પેટે દેવા દબાણ કરવામાં આવે છે. વારંવાર તેઓ દ્વારા વ્યાજ પેટે પૈસા ન ચૂકવ્યા તો જાનથી મારી નાખવાની ધમકી તથા ગાળો આપવમાં આવે છે જે અંગેનો ગુન્હો સિહોર પોલીસ મથકમાં નોંધવામાં આવ્યો છે. આવા વ્યાજખોરો ના વધતા જતા કદને ડામી દેવા માટે પોલીસે લાલ આંખ કરવી જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here