ધૂળિયા માર્ગ બનેલા રસ્તાઓ ઉપર હવે તો ડામર ચડાવો – માર્ગ મકાન વિભાગના મંત્રીને તાલુકા પંચાયત સભ્ય જાહિદખાન દ્વારા કરાઈ રજુઆત

બ્રિજેશ ગોસ્વામી
રાજ્યમાં મુખ્ય માર્ગો ની હાલત પણ કફોડી બની ગઈ છે તો અંતરાતલ ગામડામાં જત રસ્તાઓની તો કલ્પના જ ક્યાં કરવાની રહી. ભાવનગર જિલ્લાના મોટા ભાગના રસ્તાઓ તૂટીને બેહાલ બની ગયા છતાં ભાવનગર નું બોદુ રાજકારણ કે જે પોતાના ઘરો ભરવામાં જ રસ ધરાવે છે તેવા નેતાઓ ઉપર લોકો રોષ ઠાલવી રહ્યા છે. જેમાં સિહોરના ટાના આસપાસ ના ગામડામાં જતા રસ્તામાં સુધારો કરી નવા બનાવવા મંત્રી ને રજુઆત કરવામાં આવ્યું છે.

જેમાં સિહોર તાલુકાના ટાણા ગામ થી રંડોળા તરફ જવાના મુખ્ય માર્ગની છે જે મુખ્ય માર્ગ ચાર ચાર ગામોને જોડતો મુખ્ય માર્ગ છે જે માર્ગ ટાણા ગામ થઇ ને લવરડા , બુઢણા થઇ ને રંડોળા ગામ સુધી જાય છે ટાણા ગામ એક મોટું ગામ હોય –જેમાં બેન્કિંગ , હોસ્પિટલ , શાળા , હાઈસ્કુલ આવેલ હોય જેથી આજુ બાજુના ૧૫ ગામો ની ત્યાં અવાર જવર રહે છે.

તેમજ ટાણા એક મોટું ગામ હોવાથી આજુ બાજુના ગામના લોકોની ખરીદી કરવાનું પણ મોટું સેન્ટર છે જ્યારે આવા મોટા ગામ સાથે જોડતા નાના નાના ગામ ના મુખ્ય માર્ગો ની હાલ ખરાબ હોય ત્યારે પ્રજાની હાલત શું થતી હશે તે વિચારી જો જો. હાલ ઉપરોક્ત જણાવેલ ગામને જોડતા મુખ્ય માર્ગોને નવા બનાવવા અતિ જરૂરી હોય જે અંગે અમોએ સિહોર તાલુકા મથકે તેમજ જીલ્લા મથકે વારંવાર રજુઆતો કરવા છતાં

આજ દિન સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી તેમજ પ્રજા જનો ને પડતી હાલાકી અંગે કોઈ અધિકારી ને તસ્દી લેવાનો પણ સમય નથી ત્યારે પ્રજા હવે ત્રાહિમામ પોકારી ગયેલ છે.અરજી અન્વયે યોગ્ય કાર્યવાહી કરવામાં વિલંબ થશે તો ઉપરોક્ત જણાવેલ ગામોના ગ્રામ જનોને સાંથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here