સિહોરના ટાણાના વેપારી પાસે નાણાની પઠાણી ઉઘરાણી કરી ધમકી આપનાર એક ઝડપાયો, હજુ બે ફરાર

શંખનાદ કાર્યાલય
સિહોર તાલુકાના ટાણા ગામે રહેતા સોપારીના હોલસેલ વેપારીએ ટાણા અને વાવડીના શખસો પાસેથી કટકે કટકે લાખો રૂપિયા વ્યાજે લીધા હતા. જેની રકમ ચુકવવ્યા બાદ પણ વ્યાજ અને રોકડની પઠાણી ઉઘરાણી કરી ધમકી આપનાર પોલીસે એકને ઝડપી પાડીને ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે સિહોર તાલુકાના ટાણા મેઇન બજારમાં રહેતા અને ઘર પાસે મન્નત સોપારી સેન્ટર નામની પેઢી ચલાવી સોપારીનો હોલસેલ વેપાર કરતા વેપારીએ સિહોર પોલીસ મથકમાં ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી એક ટાણા અને બે વાવડીના શખ્સો સામે વ્યાજે રૂપિયાની લેતી દેતી મામલે મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદના આધારે સિહોર પોલીસે એક શખ્સને ઝડપી ધોરણસર કાર્યવાહી કરી છે જયારે હજુ આ મામલે બે શખસો ફરાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here