ટાણાના આગેવાન રઘુવીરસિંહના પત્રને લઈને વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ’ તાત્કાલીક 1920 કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની તત્કાલિક નિમણૂંક કરવા ડે. CMને લખ્યો પત્ર

દેવરાજ બુધેલીયા
સિહોરના ટાણા ગામના કોંગ્રેસ આગેવાન રઘુવીરસિંહે વિપક્ષ નેતા પરેશ ધાનાણી કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમાર મનહર પટેલ સહિત આગેવાનોને હેલ્થ ઓફિસરની નિમણુંક બાબતે પત્ર લખ્યો હતો પત્રને લઈને વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ’ તાત્કાલીક 1920 કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની તત્કાલિક નિમણૂંક કરવા ડે. CMને પત્ર લખી માંગણી કરીને જણાવ્યું છે કે જો આ હેલ્થ ઓફિસરની તાત્કાલિક ભરતી કરવામાં આવે તો રાજ્યને એકસાથે 1920 જેટલા ડોક્ટરો મળી શકે તેમ છે ટાણા ગામના આગેવાન રઘુવીરસિંહની રજૂઆતને લઈ રાજ્યમાં 1920 કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની તાત્કાલિક નિમણુંક કરવા બાબત નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય વિભાગ સંભાળતા નીતિન પટેલને વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પત્ર લખીને વિનંતી કરી છે.

સમગ્ર વિશ્વ, દેશ અને રાજ્યમાં નોવેલ કોરોના વાયરસ ફેલાયેલો છે. વિશ્વના 205 ઉપરાંત દેશોમાં આ રોગ અતિ તીવ્રતાથી ફેલાઈ રહેલ છે, જેના કારણે હજારો લોકો મોતનો શિકાર બનેલ છે. વિશ્વ આરોગ્ય સંસ્થા,(WHO)એ પણ આ વાયરસને વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. રાજ્યમાં 1920 જેટલા કોમ્યુનિટી હેલ્થ ઓફિસર National Rural Health Mission (NRHM) અંતર્ગત ટ્રેનિંગ લઈ રહ્‌યા છે. જેમાં બે વર્ષથી વધુ મેડીકલ ફીલ્ડનો અનુભવ ધરાવતા ડોક્ટર ટ્રેનિંગ લઈ રહ્‌યા છે.

સમગ્ર દેશ અને રાજ્યમાં પ્રવર્તતી લોકડાઉનની પરિસ્થિતીના કારણે હાલ આ ટ્રેનિંગ મુલત્વી રાખવામાં આવેલ છે. રાજ્યમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્‌યો છે ત્યારે જો આ હેલ્થ ઓફિસરની તાત્કાલિક ભરતી કરવામાં આવે તો રાજ્યને એકસાથે 1920 જેટલા ડોક્ટરો મળી શકે તેમ છે અને દર્દીઓને તેમનો લાભ મળી શકે તેમ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here