સિહોરના ટાણા ગામે સ્વં.સાદુલભાઈ ઉલવાના સ્મરણાર્થે ૫૧ રાશન કીટનું વિતરણ કરાયું

દેવરાજ બુધેલીયા
લોકડાઉન જે રીતે લંબાઈ રહ્યુ છે,તેમાં ગરીબ અને મધ્યમ વર્ગની સ્થિતિ દારૂણ બની રહી છે.રોજનું રોજ કમાઈ ખાતા ગરીબોની રોજગારી છેલ્લાં એક મહિનાથી બંધ છે,કેન્દ્ર અને રાજય સરકાર સહિત સ્વૈચ્છીક સંસ્થાઓ આ મામલે આગળ આવી છે, અને રાજયનો કોઈ માણસ ભુખ્યો રહી જાય નહીં તેની તકેદારી લઈ રહ્યા છે, છતાં કયાંક ચુક તો થવાની છે, પણ સૌથી કપરો સમય હાલમાં ખાનગી સંસ્થામાં કામ કરતા અથવા નાનો મોટો ધંધો કરતા મધ્યમ વર્ગનો છે, કારણ ગરીબ માણસ તો સંકોચ છોડી મદદ લેવા માટે હાથ લાંબો કરે છે.

પરંતુ મધ્યમ વર્ગનો માણસ પોતાના સંકોચને કારણે હાથ પણ લાંબો કરી શકતો નથી, ત્યારે ખાસ કરીને મધ્યમ વર્ગના લોકોની હાલત કફોડી બની છે ત્યારે શહેરો બાદ ગ્રામ્ય વિસ્તારોમાં પણ સેવાયજ્ઞો શરૂ થયા છે સિહોરના ટાણા ગામે કોરોમાં મહામારીને લઈને જરૂરિયાત મંદ લોકોને સ્વં.સાદુલભાઈ ઉલવા ના સ્મરણાર્થે અશોકભાઈ ઉલવા દ્વારા ૫૧ રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું છે ઘઉં ચોખા દાળ તેલ સહિતની ચીજવસ્તુઓ કિટમાં આપવામાં આવી છે જે ગરીબોની ઘરે ચૂલાઓને લોકડાઉન લાગ્યું છે તે ગરીબોને જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ મળતા મોઢે ખુશીઓ છવાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here