સિહોર ટાણા ગામના કોંગ્રેસ આગેવાને મુખ્યમંત્રીને રજૂઆત કરી કહ્યું ૧૦૮ ઇમરજન્સી સેવાના કર્મચારીઓ સાચા અર્થમાં કોરોના વોરિયર્સ છે એમની માંગણીઓ સ્વીકારવી જોઈએ

દેવરાજ બુધેલીયા
અકસ્માત સહિતની દરેક પ્રકારની ઇમરજન્સીમાં ૧૦૮ એમ્બ્યુલન્સ ઝડપભેર પહોંચીને દર્દીને હોસ્પિટલ પહોંચાડવાનું કામ કરે છે લોકોઆ ઇમરજન્સી સેવાને જીવનદાતા તરીકે સ્વીકારે છે ત્યારે ૧૦૮ કર્મીઓની કેટલીક માંગણીઓ છે એ સ્વીકારવી જોઈએ તેવી રજુઆત સિહોરના ટાણા ગામના કોંગ્રેસ અગ્રણી રઘુવીરસિંહે કરી છે ૧૦૮ ના કર્મચારીઓ ૨૪ કલાક ફરજ પર તૈનાત છે , કૌરના દર્દીઓને સારવાર માટે કોવિડ -૧૯ હોસ્પિટલમાં લઈ આવવાની કામગીરી નિષ્ઠાપૂર્વક કરી રહ્યાં છે .

સામાન્ય જનતા માટે કોઇ પણ ઇમરજન્સીમાં મેડિકલ સેવા પૂરી પાડતા ૧૦૮ ના કર્મચારીઓ કોરોના સામેના જંગમાં સાચા અર્થમાં કોરના વોરિયર્સ સાબિત થયાં છે. કારણ કે તેઓ દર્દી કોરોના પોઝિટિવ છે કે નહીં તેની ચિંતા કર્યા વગર ગમે તે દર્દીને સેવા પૂર્ણ પાડી રહ્યા છે. આ ઉપરાંત ૧૦૮ ની ટીમનો મહત્તમ સ્ટાફ પરિવારથી ચાર મહિનાથી દુર રહી પોતાની ફરજ નિભાવી રહ્યો છે . આ વૈશ્વિક મહામારી માં પણ તે લોકો દિલથી સેવા આપી રહ્યા છે.

કોઈ પણ પરકારની ઈમરજન્સી હોય તીઓ ખડે પગે સેવા આપી રહ્યા છે. તેઓનું આ કાર્ય બિરદાવાને લાયક છે ત્યારે ૧૦૮ કર્મીઓની ત્રણ માંગણી પૈકી, ૨૦૧૭ માં છૂટા કરાયેલા કર્મચારીઓને પરત નોકરી પર રાખવા તેવી મુખ્યમંત્રી ઉપમુખ્યમંત્રી વિરોધપક્ષ સહિત ધારાસભ્યોન લેખિત રજૂઆત કરી ટાણા ગામના કોંગ્રેસ આગેવાન રઘુવીરસિંહે પોતાની લાગણી વ્યક્ત કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here