સિહોરના ટાણા નજીક એમ્બ્યુલન્સની ગુલાંટ – ચાલકે સ્ટેરિંગ ઉપર કાબુ ગુમાવતા બની ઘટના
હરિશ પવાર
સિહોરના ટાણા નજીક ટાણા થી સિહોર તરફ આવતી એમ્બ્યુલન્સ ટાણા નજીકના વળાંકમાં એમ્બ્યુલન્સના ચાલકે સ્ટીરિંગ ઉપરથી કાબુ ગુમાવતા એમ્બ્યુલન્સ ગુલાંટ મારી ગઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં મોટી જાનહાની થવા પામી ન હતી. આ ઘટનામાં ચાલક અને આરોગ્ય વિભાગ કર્મીનો આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ થતાં લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા.