સિહોરના ટાણા ગુંદાળા ખાતે ઘોરી પરિવાર દ્વારા માતા પિતાના સ્મરણાર્થે રસીકરણ કાર્યક્રમ તેમજ આંબાની 500 કલમનું વિતરણ

બ્રિજેશ ગોસ્વામી
તૌકતે વાવાઝોડાને પગલે જિલ્લામાં મોટા પ્રમાણમાં વૃક્ષોનું નિકંદન નીકળી ગયું છે. અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. તાજેતરમાં જ વિશ્વ પર્યાવરણ દિવસની મોટા પાયે ઉજવણી કરવામાં આવી હતી. પર્યાવરણના જતન અને સંવર્ધન માટે તથા ધરતીને લીલી રાખવાં માટે ધરતીને વૃક્ષો રૂપી ચઃદર થી સજ્જ કરવી તે સમયની જરૂરિયાત છે.

સમયની આ જરૂરિયાતને ઓળખીને સિહોરના ટાણા ગુંદાળા ખાતે ઘોરી પરિવાર દ્વારા માતા પિતાના સ્મરણાર્થે રસીકરણ કાર્યક્રમ તેમજ આંબાની 500 કલમનું વિતરણ કર્યું છે સિહોરના ટાણા ગુંદાળા ખાતે રહેતા દાતા ભીમાભાઈ રત્નભાઈ ધોરી તથા ઉકાભાઈ રત્નભાઈ ધોરી દ્રારા તેમના સ્વગઁસ્થ માતા પિતા નાં સ્મરણાર્થે ૫૦૦ આંબાની કલમોનું મફત વિતરણની સાથે કોરોના રસીકરણનો કાર્યક્રમ પણ રખાયો હતો.

કાર્યક્રમ દરમિયાન ગુંદાળા પ્રા.શાળાને ૩ નંગ એલ.સી.ડી ટીવી દાતા શ્રી ભીખાભાઈ ધોરી,મનજીભાઈ વધાસીયા,કાળુભાઈ ચારડિયા દ્રારા દાનમાં મળ્યા આ ઉપરાંત ભીખાભાઈ ધોરી તથા ઉકાભાઈ ધોરી ટી.એચ.ઓશ્રી ની હાજરીમાં દવાખાને ૨ બેડ,૪ પંખા,૪ ખૂરશી,ઓકિસમીટર તથા માસ્કના જથ્થાનું દાન મળ્યું.કાળુભાઈ ચારડિયા તરફથી હોસ્પિટલ માટે દાન અપાયું.

આ કાર્યક્રમને આમંત્રણ ને માન આપી ફોરેસ્ટ ઓફિસર શ્રી ડાકીબહેન, વિ.આર.ટી.આઈ સંસ્થાના કિશોરસિંહ ગોહિલ તથા, ટી.એચ.ઓ વંકાણી મનાલીબેન,સી.એચ.ઓ હેતલબેન,આશાવર્કર આશાબેન વધાસીયા, બાબુભાઈ વધાસીયા, સુરેશભાઈ તેજાણી,ભીખાભાઈ લાઠિયા,સરપંચ શ્રી ગૌરીબેન સોંડાગરે હાજર રહી કાયઁક્રમ ને સફળ બનાવવા પોતાના સહયોગ આપેલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here