છેલ્લા ઘણા સમયથી આ ગામમાં ગૌચર જમીનનો વિવાદ ચાલે છે, તંત્રને ઉકેલ લાવવામાં રસ કેમ નથી.? જ્યારે લોકો રોડ પર ઉતરી આંદોલન કરે ત્યારે જ પ્રશ્નોનું નિરાકરણ આવશે, ફરી આજે રજૂઆતો થઈ કે અમે આંદોલન કરશું

દેવરાજ બુધેલિયા
જ્યારે કોઈ સમસ્યા કે મુશ્કેલીઓ સર્જાય ત્યારે લોકો રજૂઆતો કરતા હોય છે મોટાભાગની રજૂઆતમાં ઉકેલ મળતો નથી તે વાસ્તવિકતા છે ટાણા ગુંદાણા ગામે છેલ્લા ઘણા સમયથી પશુપાલકો રજૂઆતો કરે છે અને ગૌચર જમીન ખાલી કરવાની માંગ કરે છે છતાં નિવાડો આવતો નથી આજે ફરી રજૂઆતો થઈ છે કે અમારા ગામે આવેલ ગૌચર જમીન ઉપર અમુક ભુમાફીયા દ્વારા ગૌચર જગ્યામાં બિનઅધિકૃત દબાણ કરી દેતા અમારા કિંમતી પશુધન બચાવવું મુશ્કેલ બનેલ છે તેથી અમો માલધારી સમાજ દ્વારા ગ્રામ પંચાયતથી તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયત અને રાજય કક્ષા સુધી ઉચ્ચ કક્ષાએ અનેકવાર લેખિત રજુઆત કરેલ .

પરંતુ આજદિન થી કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવેલ નથી તેમજ ઉલટાનું અમારા ગામના અનેક લોકો દ્વારા હાલ પણ ગૌચર જમીન અથવા સરકારી જમીન ઉપર દબાણ કરી રહેલ હોય તેથી અમો દ્વારા તલાટી મંત્રી તથા તાલુકા પંચાયતનું ધ્યાન દોરવા છતા અટકાવવામાં આવેલ નથી અને અમારા ગામે ગૌચર જમીન દબાણ કર્યા મોટુ જુથબળ ધરાવતા હોવાથી અમો અરજદારના ઉપર ખોટી રીતે ફરીયાદ કરે કરાવે તેવી પુરી દહેશત રહેલી છે ત્યારે અમારા ગામ ગુંદાળા ગામેથી અમારા તમામ પરીવાર બાળ બચ્ચા પશુઓ સાથે હીજરત કરી આંદોલનો માર્ગ અપનાવશું તેવી ચીમકી અહીં ઉચ્ચારાય છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here