કરો મોઢા મીઠા

નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ અને અલ્પેશ ત્રિવેદી બન્નેએ રોડ વિભાગના અધિકારીને સાથે રાખી ટાણા ચોડકીથી સુરકાના દરવાજા લીલાપીર સુધી પગપાળા પોહચ્યા, પ્રમુખ હૈયાધારણા આપી કે હાલ ખાડાઓ બુરીએ ચાર મહિના પછી નવો ટનાટન બનશે

બ્રિજેશ ગૌસ્વામી
સિહોરના સુરકા દરવાજાથી લીલાપીર-મઢુલી સુધી ટાણા જવાનો રસ્તો એટલી હદે બદતર બન્યો છે કે મોટુ કે નાનુ વાહન ચલાવવું દુષ્કર બન્યું છે. ૨૫ ગામોને સિહોર સાથે જોડતા આ રોડની દયનીય હાલત સુધારવા વ્યાપક માગણી ઉઠી હતી જોકે શહેર માટે આજે આંનદમાં સમાચાર મળી રહ્યા છે નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ અને અલ્પેશ ત્રિવેદી બન્નેએ રોડ વિભાગના અધિકારીને સાથે રાખી આજે સવારે ટાણા ચોડકીથી સુરકાના દરવાજા લીલાપીર સુધી પગપાળા પોહચ્યા હતા.

જ્યાં પ્રમુખ હૈયાધારણા આપી કે હાલ ચોમાસુ ચાલે છે એટલા માટે ખાડાઓ બુરીએ ચાર મહિના પછી નવો ટનાટન બનશે તેની ખાતરી આપી છે સિહોરમાં સુરકાના દરવાાથી લીલાપીર થઇને બજરંગદાસબાપાની મઢુલી સુધીનો રોડમાં ડામર રોડનું નામ નિશાન રહ્યું નથી. આ આખા રોડમાં પાંચથી છ ફૂટના ખાડા પડી જવા પામ્યા છે અને આ રોડ ઉપર થઇને સાગવાડી, કાજાવદર, જાંબાળા, દેવગાણા, અગીયાળી, બોરડી, ટાણા, વરલ, સરકડીયા, બેકડી વિગેરે પચ્ચીસ જેવા ગામોને આવવા જવા માટે ફરજિયાત આ રોડ ઉપરથી જ પસાર થવું પડે છે.

આ તમામ ગામનું ખરીદી કે પછી કોઇપણ ખરીદી માટે કે પછી વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે સિહોર કે પછી ભાવનગર જવા આવવા માટે આજ રોડ પરથી પસાર થવું પડે છે અને આ રોડ ચોવિસ કલાક ધમધમતો રહે છે એટલું જ નહીં પરંતુ આ તમામ ગામોના દર્દીઓને પણ આ રોડથી જ એમ્બ્યુલન્સ મારફતે સિહોર દવાખાનાઓમાં સારવાર માટે લાવવામાં આવે છે પરંતુ આ રોડ પરથી કોઇપણ વાહનોને પસાર થવુ એ માથાના દુઃખાવા સમાન આ રોડ બની ગયો છે

એમાય અધુરામાં પુરૂ આ રોડ ઉપર કાયમીક ગટર ગંગા પણ ઉભરાયેલી જ હોવાના કારણે મસમોટા રોડમાં પડેલા ખાડાઓ પણ આ ગંદકીના પાણીથી ભરાયેલા જ કાયમીક રહે છે જેના કારણે આ રોડ પરથી પસાર થતા ટુ વ્હીલરો ઘણી વખત પડતા આથડતા હોય છે અને નાની-મોટી ઇજાઓનો ભોગ પણ બને છે હવે તમામ સમસ્યાઓનો અંત આવશે તે નક્કી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here