કમોસમી વરસાદે ફરી સર્જી ખેતીમાં સર્જી તારાજી, ખેતરોમાં ઉભાનો સોથ વાળી દીધો, માવઠા થી ભારે નુકશાન.

ભારે પવન સાથે વરસાદ ના કારણે ઉભો પાક ઢળી ગયો, સરકાર સર્વે કરી સહાય આપે તેવી માંગ, પાક વીમો વહેલી તકે આપવા ખેડૂતો ની માંગ.

ગ્રાઉન્ડ રિપોર્ટ..
બ્રિજેશ ગૌસ્વામી – ગૌતમ જાદવ
સિહોર તાલુકાના ટાણા પંથકના અનેક વિસ્તારોમાં બે દિવસ પહેલા પવન સાથે ત્રાટકેલા કમોસમી વરસાદના કારણે ખેડૂત ચૌધાર આંસુએ રડવા લાગ્યો છે કુદરતની થપાટ સામે ખેડૂત લાચાર બન્યો છે ખેતરોમાં ઉભા શિયાળુ પાકને ભારે નુકશાન થવા પામ્યું છે. ખેડૂતો એ પોતાના ખેતરોમાં ઘઉં, જુવાર, જીરું જેવા અનેક શિયાળુ પાકનું ઉત્પાદન કર્યું હતું. હાલ આ પાક લણવાની તૈયારી પર આવી ગયો હોય ત્યારે એકાએક ત્રાટકેલા કમોસમી વરસાદે ખેડૂતોને ફરી આર્થિક ફટકો આપ્યો છે.

ચોમાસામાં પણ અતિવૃષ્ટિ અને વાવાઝોડા જેવા માહોલમાં પુરતો પાક લઇ ના શકનાર ખેડૂતો શિયાળુ પાક પર મોટી આશા રાખી ને બેઠા હતા ત્યારે ફરી કુદરતી આફત સમાન માવઠા એ ખેડૂતો ની આશા પણ પાણી ફેરવી દીધું છે. જેથી ખેડૂતો સરકાર પાસે સહાય ની માંગ કરી રહ્યા છે તો સાથે સાથે તેઓ દ્વારા જે પાકવીમો લેવામાં આવ્યો છે તે પણ વહેલી ચૂકવી દેવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઈફેક્ટને લઇ રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે કમોસમી ત્રાટક્યો હતો.

બે દિવસ પહેલા સિહોર શહેર સાથે ટાણા મથકના વિસ્તારમાં ત્રાટકેલા કમોસમી વરસાદે ખેડૂતોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. ખેતરોમાં લહેરાતા શિયાળુ પાક પર પવન સાથેના કમોસમી વરસાદનો કહેર ફરી વળ્યો હતો અને ઉભા પાકનો સોથ વાળી નાખ્યો હતો. જેને લઇ હાલ ખેડૂતો કુદરતના કહેર સામે સરકારની મહેર ની માંગ કરી રહ્યા છે. કુદરતી આફતો થી ખેતી પાકને નુકશાન થતા ખેડૂતોની હાલત દયનીય બની શકે છે. જયારે સરકારી સહાય આ ખેડૂતો માટે સંજીવની પણ બની શકે છે. ત્યારે કુદરત ના કહેર સામે સરકારની મહેર ક્યારે મળે છે તેની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here