તરશીંગડા વાડી વિસ્તારમાં સવારના સમયે એક સાથે બે દીપડા દેખાયા, ખેડૂતોમાં ફફડાટ, ફોરેસ્ટ વિભાગ પોહચ્યો

દેવરાજ બુધેલીયા
સિહોર તરશીંગડા વિસ્તારમાં આજે સવારના સમયે એક સાથે બે દીપડાએ દેખા દેતા ખેડૂતોમાં ફફડાટ ફેલાયો હતો જોકે દીપડો શંખનાદના કેમેરામાં કેદ થયો હતો સિહોર પંથકના ડુંગરોમાં દીપડો જવાનું નામ ન લેતો હોય તેમ ધામા નાખતા ફફડાટ ફેલાયો છે અગાઉ ધ્રુપકા જાળીયા સર કનાડ સહિત વિસ્તારોમાં મારણ કરવાની ઘટનાઓ બની છે ભેંસ વાંછરડા સહિત પ્રાણીઓને શિકાર કરવાની ઘટનાઓને લઈ ભયનો માહોલ સર્જાયો હતો ત્યારે આજે ફરી સિહોરના તરશીંગડા ગામે વાડી વિસ્તારમાં આજે સવારે એક સાથે બે દીપડાએ દેખા દેતા ભારે ચકચાર મચી જવા પામી છે.

તરશીંગડા ગામે આજે સવારે મિલનભાઈ કોળીની વાડી નજીક આવેલ ડુંગરમાં આજે સવારે એક સાથે બે દીપડાએ દેખા દેતા ભારે ફફડાટ સાથે ભય ફેલાયો છે દીપડાએ દેખા દેતા ખેડૂતો દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરાઈ હતી તંત્ર દ્વારા સ્થળે પોહચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી જોકે આ વખતે કોઈ પ્રાણીને નિશાન બનાવી શિકાર કર્યો નથી પરંતુ અગાઉ જે મારણની ઘટનાઓ બની છે જેનું પુનરાવર્તન ન થાય અને કોઈ પશુઓનું મારણ ન કરે એ પહેલાં દીપડાઓને પકડવાની માંગ ઉઠી છે ફોરેસ્ટ વિભાગ સત્વરે આ દિશામાં યોગ્ય કાર્યવાહી હાથ ધરે તે અત્યંત જરૂરી છે દીપડાને પકડી પાડવા ખેડૂતો માંથી લોકમાંગ પ્રબળ બની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here