કોરાનાની કઠણાઈ વચ્ચે નવી આફત આભમાંથી ત્રાટકી સિહોરના ભડલી સહિત અનેક તાલુકા મથકે મધરાત્રે અસરગ્રસ્ત વિસ્તારોમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો

સલીમ બરફવાળા
કોરોના સંકટ વચ્ચે તીડનું સંકટ સામે આવ્યું છે તીડના એક મોટા ટોળું સિહોર સાથે જિલ્લાના વિવિધ તાલુકા મથકના વિસ્તારોમાં જોવા મળે છે જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળે છે સિહોર સાથે વલભીપુર, ઉમરાળા અને ગારિયાધારના ગ્રામ્ય પંથકમાં તીડના ટોળાના આક્રમણને પગલે ઉનાળુ બાજરી, તલ, જુવાર, નિરણને નુકસાન થતા ખેડૂત વર્ગ ચિંતામાં મૂકાયેલ છે. આફતના પગલે કલેક્ટર, ડી.ડી.ઓ. સહિતના અધિકારીઓ ગ્રામ્ય વિસ્તારમાં દોડી ગયા હતા અને  દવા છંટકાવ કરાયો હતો સિહોર ભડલી, વલભીપુરના કંથારિયા, વાવડી, પચ્છેગામ, જૂના રતનપર વગેરે ગામોમાં ગુરૂવારે રાત્રીથી જ રણતીડોએ આક્રમક કરી ઉનાળુ પાકને વ્યાપક નુકસાન કર્યુ હતું.

એક બાજુ કોરોના મહામારીને પ્રસરતી અટકાવવા માટે સરકારે લોકડાઉન જાહેર કરતા બે મહિનાથી લોકડાઉન ચાલી રહ્યું છે જેથી ખેડૂતો અનેક પ્રશ્નનો સામનો કરી રહ્યા છે એવામાં તીડના આક્રમણની નવી આફત ઉમેરાઈ છે. રણતીડ એ એક એવી આંતરરાષ્ટ્રીય જીવાત છે કે તેના ટોળા હજારો માઇલ દુરના દેશોમાં જઇ પાકને મોટુ નુકશાન કરે છે.  જો કે, જુવાર, બાજરી અને નિરણ સહિતના ઉનાળુ વાવેતરને તીડ નુકસાન પહોંચાડે તે પહેલા અગમચેતી રૃપે ગઈકાલે તંત્રએ મોડી રાત્રી જ ટીમ બનાવી દવા છંટકાવ, થાળી વગડાવવા સહિતના પગલા ભર્યા હતા.

સીમમાં ઊભેલા ઉનાળુ બાજરી, તલ, જુવાર વગેરે મોલ પર તીડનાં ટોળાં ઉતરી પડતાં ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. હાલ ઉનાળુ મોલ પાકવાની તૈયારીમાં છે ત્યારે જ આજે સાંજના સમયે ઊભા મોલ પર ટીડનાં ટોળાં ઉતરી પડતાં ખેડૂતો માટે મો સુધી આવેલ કોળિયો છીનવાઈ જવાની ભીતિ સર્જાઈ છે. તીડનાં ટોળા ઉતરી પડયાની જાણ થતાં ચિંતાતુર ખેડૂતો પોતપોતાના વાડી, ખેતરોએ પહોંચી ગયા છે.

ખેતીવાડી ખાતાને જાણ કરવામાં આવી રહી છે ગઈકાલે જિલ્લા કલેકટર ગૌરાંગભાઈ મકવાણા તેમજ જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલે વાવડી, કંથારીયા સહિત ત્રણ ગામોની મુલાકાત લીધી હતી. તીડની હાજરી જણાય તો પોતાના ગામના ગ્રામસેવક (ખેતી).તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી (ખેતી), જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીને જાણ કરવા લોકોને અનુરોધ કરાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here