સિહોર શહેરમાં ટામેટાના ભાવ આસમાને : અચાનક જ ભાવ વધતા ગૃહિણીઓ ટેન્શનમા

બ્રિજેશ ગોસ્વામી
શિયાળાની મોસમ માં લીલા શાક ભાજી અને લીલી ડુંગળી સાથે ટામેટું ઉમેરી ઓળો ખવાય છે ખવ્ય છે કે તેને આરોગવાથી ઠંડીથી પણ બચી શકાય છે પરંતુ સિહોર શહેરમાં ટામેટાનો ભાવ વધી ગયા છે જેને કારણે સામાન્ય વ્યક્તિ ટામેટા ખરીદતા વિચાર કરવો પડે તેમ છે સામાન્ય રીતે પાંચ દસ વિસ રૃપિયે કિલોએ મળતા ટામેટા ટામેટાનો ભાવ ત્રણ ગણા થી પણ વધુ  છે .ટામેટાની માંગ પ્રમાણે ટામેટાની ઉપજ જ આટલી નથી થઈ સાથે ટ્રાન્સપોર્ટેશન ચાર્જીસ પણ લાગે છે જેને કારણે શહેરના માર્કેટમાં ટામેટા ના ભાવ આસ્માને પહોંચ્યા છે તેવું વેપારીઓનું કહેવું છે.શહેરની ગૃહિણીઓ તો આમ એકાએક તમામ વસ્તુઓ ના ભાવ વધતા ટેન્શન માં આવી ગઈ છે.પેટ્રોલ થી લઈ તમામ શાકભાજી અને હવે દરેક શાક દાળમાં વપરાતા તથા સલાડ તરીકે ઉપયોગ માં લેવાતા ટામેટા ના ભાવ વધતા ગૃહિણીઓ ના બજેટ ખોરવાયા છે.

વળી અમુકનું તો કેહવું છે કે,આમ એકાએક ટામેટા ના ભાવ વધતા હવે અમે ટામેટા ખરીદવાનું જ બંધ કર્યું છે કારણકે વારંવાર બજેટ ખોરવાય એના કરતા અમે સસ્તા હોય તેવા શાકભાજી અને બટાકા ખાઈ ને જ અમારું ગુજરાન ચલાવીશું.અમુકના કહ્યા મુજબ હવે કઠોળજ તેમનો અસરો છે હવે એકાંતરે કઠોળ ખાવાનું પણ શહેરજનો એ શરૂ કરી દીધું છે. ધીમે ધીમે મોંઘવારી વધતી જાય છે અને મધ્યમ વર્ગ આમાં પીસાય છે ગમે તેટલું બચત કરી હોવા છતાં આમ જીવન જરૃરિયાતની ચીજ વસ્તુઓના ભાવ વધે એટલે તમામ શહેરીજનો નું બુજેંટ ખોરવાય છે અને આગળ હવે ગુજરાન કેમ ચાલશે તેવો પ્રશ્ન ઉભો થાય છે. આમ જો ધીમે ધીમે તમામ ખાદ્ય ચીજ વસ્તુઓ ના ભાવ વધતા  સામાન્ય માણસને  પેટ ભરવા માટે શું આરોગવું કે શું નહીં તે પ્રશ્ન બની રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here