ગુજરાત માલધારી સેના મેદાને : સમગ્ર મુદાઓની સરકાર ગંભીરતા લે અન્યથા અમે રોડ પર ઉતરી પડશું : દેવરાજ બુધેલીયા

ગૌતમ જાદવ : નિલેશ આહીર
સિહોર શહેર સહિત સમગ્ર રાજ્યના તાલુકાના મથકો પર અલગ અલગ જગ્યાઓ પર ગૌચર જમીન મુદ્દે આવેદન રજૂઆતોના કાર્યક્રમમો થયા છે સિહોર શહેર તેમજ તાલુકામાં ગૌચરની જમીન ઉપર થયેલ દબાણો દુર કરવા અનેગાચરની જમીન ખુલ્લી કરાવવા માટે સિહોર તાલુકા માલધારી સેના દ્વારા સિહોર ટાઉન હોલ ખાતેથી રેલી કાઢીને મામલતદરશ્રીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યુ હતું . તેમજ આગામી દિવસોમાં સિહોર શહેર તેમજ તાલુકામાં જે ગૌચરની જમીન ઉપર થયેલ દબાણ ખુલ્લા નહી કરવામાં આવે તો ગુજરાત માલધારી સેના દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન પણ કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં શ્રી અમીતભાઈ લવતુકા તેમજ ગુજરાત માલધારી સેનાના જીલ્લા ઉપ પ્રમુખશ્રી દેવાભાઈ બુધેલીયા તથા માલધારી સેનાના સિહોર તાલુકા પ્રમુખ બુધાભાઈ બલ્યા , દેવાભાઈ રબારીકા , જયેશભાઈ આલ , દિનેશભાઈ સાટીયા વિગેરે જોડાયેલ હતા જ્યારે ઉમરાળા ખાતે ૪૦ જેટલા ગામના માલધારી સમાજના આગેવાનો દ્વારા ઉમરાળા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી ઉગ્ર રજુઆત સાથે માંગણી કરવામાં આવી કે ગુજરાતભરના ગ્રામ્ય વિસ્તારોમાં મૂંગા પશુઓ માટે સરકાર દ્વારા ગૌચરની જમીનો નીમ કરવામાં આવેલ હતી તેમાં ભુ માફીયાઓ દ્વારા કબજા હક કરવામાં આવ્યા છે તે તાત્કાલિક ધોરણે ખાલી કરાવવામાં આવે અને ગૌ હત્યા કેસમાં તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી માંગ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here