વરસાદી પાણીમાં ડૂબી અને ખુંપી જતા મોત, વનવિભાગ ઉંડવી અને કરદેજની સીમમાં કરી રહી છે રેસ્ક્યુ,

કુલ ૧૮ કાળિયારના મોત વરસાદી પાણીમાં નિપજી ચુક્યા છે, હજુ પાણી ઓસર્યા બાદ આંક વધી શકે તેવી શકયતા.

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર નજીક આવેલ ઉંડવી-કરદેજની સીમમાં ભરાયેલા વરસાદી પાણી માંથી ૯ જેટલા કાળિયારના મૃતદેહ મળી આવતા અરેરાટી ફેલાઈ છે ૩ દિવસ પૂર્વે વેળાવદર ભાલ માંથી પણ ૯ જેટલા કાળિયાર મૃતદેહ વરસાદી પાણી અને પાણીમાં ફસાયેલા કાળિયાર ને શ્વાને ફાડી ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા.કુલ ૧૮ કાળિયારના મોતની ઘટનાને લઈ વનવિભાગે હાલ આ વિસ્તારોમાં રેસ્ક્યુ કામગીરી હાથ ધરી છે. જિલ્લાનું વેળાવદર ભાલ એટલે કાળિયારો નું ઘર,અહીં મોટી સંખ્યામાં કાળિયારો વસવાટ કરે છે.

આ વિસ્તારમાં તાજેતરમાં પડેલા વરસાદ ને લઈ કેરી,કાલુભાર,રંઘોળી જેવી નદીઓના પાણી ફરી વળતા આ વિસ્તારમાં રહેલા કાળિયારો ને જીવ બચાવવા ઉંચાઈ વાળા વિસ્તાર તરફ દોટ મૂકી હતી. પરંતુ પાણી નો પ્રવાહ અને કાદવ કીચડ માં ફસાઈ જતા અનેક કાળિયારો મોત ને ભેટ્યા હતા.ભાવનગરના ઉન્ડવી નજીક સીમ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા છે .જેમાંથી હાલ ૯ કાળિયાર ના મૃતદેહ મળી આવ્યા છે.આ વિસ્તારમાં હજુ પાણી ભરાયેલા હોય વનવિભાગની રેસ્ક્યુ ટિમ હોડી દ્વારા આ વિસ્તારમાં ફરી કાળિયારો ને શોધી રહી છે.

૩ દિવસ પૂર્વે ભાલ પંથક માં પણ ૯ જેટલા કાળિયાર ના મોત પાણીમાં ડૂબી જતાં તેમજ કાદવ કીચડ માં ફસાય જતા શ્વાને ફાડી ખાતા થયા હતા.આમ કુલ ૧૮ કાળિયાર ના મોત ની ઘટના થી ભારે અરેરાટી વ્યાપી છે તો હજુ પાણી ઓસર્યા બાદ કાળિયાર ના મોત નો આંક વધી શકે છે જે શક્યતા નકારી ન શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here